Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે આટકોટ ખાતે હેલીપેડ પર તેઓનું આગમન થયું હતું. તેઓને આવકારવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને રાજકોટના યુવા મેયર ડો.પ્રદિપ ડવ હેલીપેડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને બંને સાથે હાથ મિલાવ્યા હતા અને રાજકોટના હાલચાલ પૂછ્યા હતા. રાજકોટ મજામાં છે ને તેવું જણાવ્યું હતું.

સાથોસાથ કમલેશ મિરાણીના શરીરમાં થોડોક ફેરફાર લાગતા પીએમએ વખાણ પણ કર્યાં હતાં. આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન આટકોટ ખાતે અમને મળ્યા ત્યારે તેઓએ રાજકોટના ખબર-અંતર પૂછ્યા હતા અને ગત વખતે જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ મને વ્યક્તિગતરીતે મળીને એવી ટકોર કરી હતી કે શરીર ખૂબ વધી રહ્યું છે.

હવે શરીરમાં સુધારો કરો. દરમિયાન આ વખતે મારા શરીરમાં ફેરફાર લાગતા તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે મેં કરેલી ટકોરનું તમે પાલન ચોક્કસ કર્યું છે. હજુ શરીરને સુધારવા માટે થોડું ધ્યાન આપવા માટે ટકોર કર્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.