Abtak Media Google News

રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં 41.8 ડિગ્રી નોંધાયુ ભાવનગર, સાવરકુંડલા અને બાબરામાં ઝાપટા: ઉકળાટ યથાવત

ચોમાસાની સિઝન શરૂ થતા પહેલા અસહ્ય ઉકળાટનો અહેસાસ થતો હોય છે. છેલ્લા પાંચેક દિવસથી સૌરાષ્ટ્રના લોકો આવા જ પરસેવે રેબઝેબ કરી દેતા ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ બુધવાર રાજ્યભરમાં ફરી ગરમીનું જોર વધ્યું છે. રાજકોટ 41.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બોટાદના ગઢડામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. બાબરા, ભાવનગર અને સાવરકુંડલામાં ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સવારથી બફારો લોકોના પરસેવા છોડાવી રહ્યો છે.

રાજકોટ શહેરમાં મંગળવારની સરખામણીએ બુધવારે મહત્તમ તાપમાનમાં દોઢ ઇંચનો વધારો નોંધાયો હતો. 41.8 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ફરી સુર્યનારાયણ કાળઝાળ બની જતા જન જીવન ત્રાહિમામ પોકારી ગયું છે. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41 ડિગ્રી, કેશોદનું તાપમાન 35.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 35.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 36.5 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.5 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 33.7 ડિગ્રી નોંધાયુ હતું.

આ ઉપરાંત અમદાવાદ શહેરનું તાપમાન 41.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી, વલસાડનું તાપમાન 35 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 39.6 ડિગ્રી અને ભુજનું તાપમાન 37.9 ડિગ્રી નોંધાયુ હતું. આજે પણ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

એક તરફ આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકલ ફોર્મેશનના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડામાં ગઇકાલે એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગર, સાવરકુંડલા અને બાબરામાં સામાન્ય ઝાપટા પડ્યા હતા. સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે.

ક્યાં શહેરનું કેટલું તાપમાન

  • રાજકોટ – 41.8 ડિગ્રી
  • અમદાવાદ – 41.5 ડિગ્રી
  • ગાંધીનગર – 41 ડિગ્રી
  • સુરેન્દ્રનગર – 41 ડિગ્રી
  • અમરેલી – 40.8 ડિગ્રી
  • વડોદરા – 40 ડિગ્રી
  • ડિસા – 39.2 ડિગ્રી
  • ભૂજ – 37.9 ડિગ્રી
  • કંડલા એરપોર્ટ – 39.6 ડિગ્રી
  • ભાવનગર – 36.5 ડિગ્રી
  • પોરબંદર – 34.5 ડિગ્રી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.