Abtak Media Google News

૨૧ ફૂટ ઉંચી અને ૧૪ ફૂટ પહોળી લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર: મધુવન કલબનું આયોજન

ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ભૂપત બોદર, બાર કાઉન્સીલ ઈન્ડિયાના સભ્ય દિલીપ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવતીકાલે સ્થાપના

રાજકોટ કા રાજા’ ગણેશ મહોત્સવનું શાસ્ત્રી મેદાન ખાતે મધુવન કલબ દ્વારા જાજરમાન આયોજન કરાયું છે. આ મહોત્સવમાં ગણપતિની ૨૧ ફૂટ ઉંચી અને ૧૪ ફૂટ પહોળી લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આવતીકાલે ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ભુપત બોદર, બાર કાઉન્સીલ ઈન્ડીયાના સભ્ય દિલીપ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્થાપના થશે.

આ મહોત્સવની વિગતો ‘અબતક’ને આપતા આગેવાનોએ કહ્યું હતુ કે આજનો આ પૂણ્ય પ્રારંભ અને સ્થાપનાનો પ્રથમ લાભ દરેક વૃધ્ધાશ્રમના સભ્યો, દીકરાનું ઘર, કાઠીયાવાડ બાલાશ્રમના બાળકો સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ અંધજન કલ્યાણ મંડળ, અંધ અપંગ મંદબુધ્ધિના બાળકો, હેન્ડીકેપ બાળકોને મળશે.

રાજકોટ કા રાજાના ગણપતીજીની આ વર્ષની મૂર્તિની વિશેષતા એ છેકે આ વર્ષે ફેમસ લાલબાગ કા રાજા સ્ટાઈલ રજવાડી ઠાઠ માઠથી મૂર્તિને સુશોભીત કરવામાં આવેલ છે. આ મૂર્તિ ૨૧ ફૂટ ઉંચી અને ૧૪ ફૂટ પહોળી બનાવવામાં આવેલ છે. વિશાળ ૮૦-૪૦ના ડોમમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે. તેમજ દર વર્ષની માફક પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ઈકો ફેંન્ડલી જ મૂર્તિ બનાવવામાં આવી છે. ૨૫૦૦૦થી પણ વધારે ડાયમંડના શણગારથી રાજકોટ કા રાજાની પ્રતિમા ઝળહળી ઉઠશે

આ વર્ષે એન્ટ્રી ગેઈટને સ્પેશિયલ રાજસ્થાની કારીગરો દ્વારા રાજસ્થાની રજવાડી એન્ટ્રી ગેઈટનો લુક આપી તેમજ ભવ્ય ૧૦૦ ફૂટ લાંબી ચોલથી ખઊબજ આકર્ષક બનાવવામાં આવેલ છે. જેથી દર્શનાથીઓને વિશાળ ભવ્ય રાજમહેલની અનૂભુતિ પણ થશે. ઉપરાંત સંપૂર્ણ ગ્રાઉન્ડને બેંગોલી લાઈટીંગથી વિશેષ કલકતા સ્ટાઈલ ભરપૂર રોશનીને શણગાર કરવામાં આવેલ છે. સાથોસાથ સીનીયર સીટીઝનો બેસી શકે તે માટે ૪૦૦૦ ખુરશી તેમજ ૧૨૦૦૦ ભારતીય બેઠક દ્વારા સુંદર રોજબરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર રાખવામાં આવેલી છે.

શિવતાંડવ, આદિવાસી ભીલ નૃત્ય, શ્રીનાથજી ઝાંખી ૫૬ ભોગ દર્શન સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, આરતી થાળી સુશોભન સ્પર્ધા, ગણપતિ સંધ્યા બાળકો તેમજ યુવાઓ માટે ડાંસ કોંપીટીશન, દાંડીયારાસ ફકત બહેનો માટે ઉપરાંત રાજકોટની ભાવી જનતા માટે સ્પેશિયલ અમરનાથ યાત્રા દર્શન જેમાં ૩૪૦ ફૂટ લાંબી ગુફા બનાવવામા આવે છે. ૫૫૧થી વધુ બરફની લાદી પાથરવામાં આવશે. અને માઈનસ ડીગ્રી તાપમાન સાથે બર્ફીલીયાત્રા અને અમરનાથબાબાના દર્શન કરાવવામાં આવશે. જેમાં ૩૪૦ ફૂટ લાંબી ગુફા ભૂત તથા જંગલના માહોલ સાથે ભાવિકોને ભષ્મેસ્વર દાદાના દર્શન કરાવવામાં આવે છે. તેમજ વિધિવિધાન પૂર્વક ગણપતિ દાદાનું વિસર્જન પણ કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે અવિભાઈ મકવાણા, નિલેષ વાગડીય, મહેશભાઈ જરીયા, રાજુભા, કીકાણી, સાનિભાઈ જરીયા, વિમલભાઈ દવે, નિતિન વાઘેલા, બલિભાઈ ભરવાડ, વેદાંત પેંગ્યાતર, પુનિત વાગડિયા, દર્શન મૂલીયાના નીરવ બુધદેવ ગૌરાંગ મેર, લાલજીભાઈ ગાબુ, કુલદીપભાઈ સોલંકી જીજ્ઞેશ શાહ વગેરે સમિતિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

મધુવન કલબ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવ રાજકોટ કા રાજા સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ હોય જેમાં દર્શન કરવા સાથોસાથ દરરોજ ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવતુ હોય છે. તો તેનો અનેરો લ્હાવો લેવા ગુજરાતનાં તમામ ભાવિકોને આ મહોત્સવના આયોજકો પ્રમુખ આશિષભાઈ વાગડીયા રાજભા ઝાલા રાજુભાઈ કીકારી, મહેશભાઈ જરીયા, તેમજ સની જરીયા તેમજ સર્વે કમીટી મેમ્બરોને આમંત્રણ પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.