Abtak Media Google News

કોર્ટનું કામ પતાવી રાહ જોતા યુવકને ચાર શખ્સોએ મારમારી લૂંટી લીધો

રાજકોટના સોખડા ગામે રહેતા જાદુગરને માર મારીને જૂનાગઢમાં ચાર શખ્સોએ ભર બપોરે લુટ કરી હોવાની ફરિયાદ જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં નોંધાતા પોલીસે આરોપી સામે  કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

હાલ રાજકોટના સોખડા ગામે રહેતા અને જાદુગરના શો કરવાનું કામ કરતા મૂળ જૂનાગઢના અફઝલ કારાભાઈ સીડા(ઉ. વ. 23) નામનો યુવક જુનાગઢ કોર્ટમાં કોઈપણ કામ સબબ આવેલ અને ત્યાંથી તે ગલિયાવાડ ગામે વાહનની રાહ જોઈને ઉભો હતો, ત્યારે રહીશખાન, રીઝવાન જુણેજા, ફૈઝલ ખાન અને મોહીન ખાન નામના ચાર શખ્સો અફઝલ પાસે આવેલ અને અફઝલને માર મારવા લાગ્યા હતા. અને બાદમાં સમાધાન કરવાના બહાને જાદુગર યુવકને લઈ જઈ, અફઝલનો રૂ. 5 હજારનો મોબાઇલ અને રૂ. 2 હજાર રોકડા લૂંટી લઈ ચારેય શખ્સો નાસી જતા અફઝલ એ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં ચાર શખ્સો વિરુદ્ધ માર માર્યાની અને મોબાઈલ તથા રોકડની લૂંટ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.