Abtak Media Google News

ન્યારી ડેમ નજીક મળેલી લાશનો ભેદ ઉકેલાયો

યુનિવર્સિટી પોલીસે આરોપીને સકંજામા લઈ મૃતકના વાલી વારસની શોધખોળ હાથધરી

શહેરમાં ન્યારી ડેમ પાસેના રિસોર્ટ નજીક પટ્ટમાંથી યુવકની લાશ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં યુવકની હત્યા કરી અજાણ્યા શખસોએ લાશ ઝાડી- ઝાખડામાં છૂપાવી દિધાની શંકાએ મૃતદેહનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા મથામણ કરી હતી. જ્યારે તપાસમાં પુત્રીની છેડતી કરનારની પિતાએ હત્યા કર્યાની કબૂલાત આપતા આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે મૃતકના વાલીવારસની શોધખોળ હાથધરી છે

વિગતો મુજબ ન્યારી ડેમ નજીક પટ્ટમાં ઝાડી-ઝાખરા નીચે યુવકનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા પીઆઈ વી.આર. પટેલ સહિતના સ્ટાફે દોડી જઈ તપાસ કરતા યુવક આશરે 40થી 45 વર્ષનો હોવાનુ અને તેને બ્લૂ કલરનુ ટી શર્ટ અને કાળા કલરનુ બ્લેક નાઈટ પેન્ટ પહરેલું હોય અને માથે ટુકા અને ધોળા વાળ હોવાનુ તેમજ તેના શરીરે ઈજાના નિશાન હોય બોથડ પદાર્થના ઘા ના નિશાન હોય તેમજ રાજય બહારનો કોઈ યુવક હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતા કોઈ શખસોએ મારકૂટ કરી હત્યા કરી હોવાની શંકાએ લાશનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરી છે.

જે રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાશે તેમજ મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી.પોલીસની વિશેષ તપાસમાં યુનિ. પોલીસે માહિતીના આધારે શખસની અટકાયત કરી તેની પુછપરછ કરતા તેની પુત્રીની છેડતી કરતા શખસ સાથે ડખ્ખો થયો હતો જે બાબતે તેને કુહાડના ઘા ઝીકી હત્યા કરી લાશને ન્યારી ડેમ પાસે રિસોર્ટ નજીકના પટ્ટમાં ઝારી-ઝાખરાના પટ્ટમાં ફેકી દીધાનું રટણ કરતા તાલુકા પોલીસે જાણ કરી હતી. જેથી હાલ તપાસ કરી હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.અને મૃતકની વાલી વારસની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.