Abtak Media Google News

“ફિટ ઈન્ડિયા” અભિયાન અંતર્ગત રવિવારે ૩૫૦૦૦ જેટલા દેાડવીરો દોડ લગાવશે

રંગીલા રાજકોટની ઉત્સાહી  પ્રજા માટે રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેર પોલીસ અને રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુકત ઉપક્રમે ૨૯મી ડીસેમ્બરની વહેલી સવારેના રાજકોટ રેસકોર્સ ખાતેમેરેથોન-૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. રાજકોટમાં અગાઉ પણ વિવિધ થીમને લઈને હાફ અને ફુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લોકોના સહકાર અને  સકારાત્મક પ્રતિભાવથી અદભુત સફળતા મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ  રાજકોટ મેરેથોન-૨૦૧૯ યાદગાર બની રહે તે માટે ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ ભવ્ય ફિટનેસ ઉત્સવ- રાજકોટ મેરેથોન-૨૦૧૯નું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ મેરેથોનમાં અંદાજે ૩૫૦૦૦ જેટલા કુલ રજીસ્ટ્રેશન થયા છે. જે પૈકી ૯૬૮ દિવ્યાંગ દોડ વીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છેતેમ આ રોટરી મીડટાઉનના આયોજક સમિતિ તરફથી જણાવાયું છે.

રાજકોટ મેરેથોન-૨૦૧૯ના આયોજન અંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું છે કે, રાજકોટના પ્રજાજનો  આ અગાઉ યોજાયેલા મેરેથોન સહિતના આયોજનોમાં પરિવારની ભાવના સાથે સામેલ થયા છે. તેવી જ રીતે આ વર્ષ પણ હર્ષોલ્લાસ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીને મેરેથોન-૨૦૧૯ના આયોજનમાં જોડાશે, તેવી મને શ્રધ્ધા છે.મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલેરાજકોટ મેરેથોન-૨૦૧૯ના સુંદર આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ સહયોગની ખાતરી આપી હતી.  અને ઉમેર્યું હતું કે આ મેરેથોન એક બેનમુન પ્રસંગ બની રહે અને અપ્રતિમ સફળતા મેળવે તે માટે સૌ સહિયારા પ્રયાસ કરશે.

3 13

રાજકોટની દરેક મેરેથોનમાં અગાઉના વર્ષ કરતાં  બીજા વર્ષમાં લોકોની સંખ્યામાં વધારો જોવા મળે છે. લોકોની સુરક્ષા સાથે  શહેર પોલીસ પણ આ મેરેથોન સ્પર્ધામાં સહભાગી બનશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ પૂરા ઉમંગ ઉત્સાહ સાથે રોટરી કલબના આયોજનમાં  સહભાગી બની છે. આ મેગા ઈવેન્ટમાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના પોલીસ અધિકારીઓ અને જવાનો પણ ઈવેન્ટમાં સામેલ થશે.જે દોડવીરો ૧૦ અને ૨૧ કિલોમીટરની દોડ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું  ચૂકી ગયા છે તેઓ માટે આ  સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા  છે. જે દોડવીરોનું રજિસ્ટ્રેશન થયું તેમને આયોજકો દ્વારા એસ.એમ.એસ પણ કરી  દેવામાં  આવ્યા છે. જેમાં દોડવીરોને નંબર આપવામાં આવ્યો છે જે નંબર લઈને નિયત સમય અનુસાર આવવાનું રહેશે. ૨૯ ડીસેમ્બરે સૌ દોડવીરોએ  વહેલી સવારે ૫ વાગ્યે રેસકોર્સ મેદાન ખાતે એકત્રીત થવાનું  રહેશે. ત્યારબાદ સૌપ્રથમ ૬ વાગ્યે ૨૧ કિ.મી, ૬.૧૫ કલાકે ૧૦ કિ.મી અને ૬.૪૫ કલાકે ૫ કિ.મી દોડનો પ્રારંભ થશે. અને ૭ વાગ્યે દિવ્યાંગ દોડવીરોને ફ્લેગ ઓફ કરવામાં આવશે.

રાજકોટ મેરેથોન ૨૦૧૯ની વિશેષતાઓમાં રાજકોટ મેરેથોન દોડ- ૨૦૧૯ને ૨૧ કિ.મી, ૧૦ કિ.મી અને ૫ કિ.મી એમ ત્રણ કક્ષામાં આયોજીત કરાઇ છે. રાજકોટ મેરેથોન – ૨૦૧૯માં વિજેતા થનાર અન્ય દેશના દોડવીરોને તો ઇનામ આપવામાં આવશે. પરંતુ રાજકોટના વિજેતા દોડવીરોને પણ અલગથી ઈનામ આપવામાં આવશે. આ વર્ષે ૫ કિ.મી દોડવીરોને પણ સર્ટિફિકેટ આપવામાં આવશે. ૧૦ અને ૨૧ કિલોમીટરના દોડવીરો માટે સ્પ્રીંકલર કલર ઝોનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દોડવીરોને અનોખો અનુભવ આપવા માટે ૧૦ કિ.મી અને ૨૧ કિ.મીના રૂટ અલગ કરવામાં આવ્યા છે. ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે રાજકોટના સર્વે પદાધિકારીઓ,  મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશ્નર અને રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના આયોજકોએ ખંતપૂર્વક પ્રયાસો કર્યા છે.

  • મેરેથોનનો રૂટ

૫ કિલોમીટર :– આ મેરેથોન દોડ ફનવર્લ્ડ ગેટથી શરૂ થઇ રામકૃષ્ણનગર રોડ , ડો.હોમી દસ્તુર માર્ગ, જિલ્લા પંચાયત, બહુમાળી ભવનથી પસાર થઈને ફન વર્લ્ડ ગેટ ખાતે સમાપ્ત થશે.

૧૦ કિલોમીટર :– આ દોડ ફનવર્લ્ડ ગેટથી શરૂ થઇ બહુમાળી ભવન, જિલ્લા પંચાયત, કિસાનપરા ચોક, મહિલા કોલેજ, કોટેચા ચોક, રૈયા ટેલિફોન એક્સચેન્જ, હનુમાન મઢી થઇ એથલેટીક ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે.

૨૧ કિલોમીટર :– આ દોડ ફનવર્લ્ડ ગેટથી શરૂ થઇ બહુમાળી ભવન, જિલ્લા પંચાયત, કિસાનપરા ચોક, મહિલા કોલેજ, કોટેચા ચોક, રૈયા ચોકડી, ઈન્દીરા સર્કલ, નાના મવા સર્કલ, મવડી ચોક, ઉમિયાજી ચોક, આંબેડકર ચોકથી યુ-ટર્ન લઈને એ જ રૂટ પરથી દોડીને એથલેટીક ગ્રાઉન્ડ પર મેરેથોન સમાપ્ત થશે.

ફિટ ઈન્ડિયા મુવમેન્ટ હેઠળની રાજકોટ મેરેથોન-૨૦૧૯ને સફળ બનાવવા માટે સૌ રાજકોટવાસીઓને પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ આયોજક સંખ્યાઓ દ્વારા જોડાવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.