Abtak Media Google News

શાકભાજી સબયાર્ડ તા.૧૧ થી ૧પ રજા પાળશે: ખેડૂતોને માલ નિકાલ અર્થે રજા ટુંકાવાઇ

આગામી જન્માષ્ટમીના તહેવારો નીમીતે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તા.૧૦ થી૧પ ઓગષ્ટ સુધી રજા પાળવામાં આવશે. ખેડૂતોએ માલનો ભરાવો ન કરવો પડે તે માટે ખેડૂતોના હિતને ઘ્યાનમાં રાખી સત્તાધીશો દ્વારા રજા ટુંકાવવામાં આવી છે.

સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડની રજા જાહેર કરવામાં આવી છે. આગામી તા.૧૦ થી ૧પ ઓગષ્ટ સુધી રાજકોટ માકેટીંગ યાર્ડ બંધ રહેશે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોના કેસ નોંધાતા વેપારીઓની રજુઆતને પગલે લાંબી રજાઓનો નિર્ણય લેવાયો હતો. ત્યારે બીજી બાજુ ખેડૂતો પાસે માલનો ભરાવો ન થાય તે માટે ખેડૂતોના હિતમાં રજા ટુંકાવવાનો નિર્ણય લેવાયો છે. લોકડાઉનમાં પણ ખેડૂતોના પોતાનો માલ યોગ્ય સમયે વહેંચી શકયા નહોતા. ત્યારે તમામ આઠમની લાંબી રજાઓમાં આ પ્રશ્ન ન ઉદભવે તે માટે સત્તાધીશો દ્વારા તહેવારોની રજા ટુંકાવવામાં આવી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સાતમ-આઠમની રજાઓ તા. ૧૦ થી ૧પ ઓગસ્ટ દરમ્યાન રહેશે આ દરમ્યાન માલની કોઇ લે-વેચ થશે નહિ ત્યારબાદ તા. ૧૬ ઓગષ્ટને રવિવાર પછી સોમવારથી રાજકોટ માર્કેટીંગ રાબેતા મુજબ ચાલુ થવા પામશે. માર્કેટીંગ યાર્ડના વિવિધ વિભાગો જેમાં મુખ્ય યાર્ડ બેડી તા. ૧૦ થી ૧પ, શાકભાજી સબ યાર્ડ તા. ૧૧ થી ૧પ, બટેટા વિભાગ તા.૧ર,

ડુંગળી વિભાગ તા. ૧૦ થી ૧૯ તેમજ લીલો -સુકો ઘાસચારો વિભાગ સબ યાર્ડ તા.૧ર અને ૧૩ ના રોજ રજા પાળશે. ત્યારબાદ માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણ, હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શ‚ થવા પામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.