Abtak Media Google News

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસ.ટી. નિગમ માટે કાયમી ટંકશાળ સાબિત થયેલા મોરબી – રાજકોટ રૂટ ઉપર અંતે નિગમ દ્વારા ખખડધજજ બસોને બદલે નવી નક્કોર ૧૦ બસ ટુક સમયમાં જ દોડાવવા નક્કી કરાયું છે, આ નવી બસ મિનિબસ જેવા જ કલરની હશે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લઈ મોરબી – રાજકોટ વચ્ચે હાલમાં દોડતી જૂની ખખડધજજ બસ રિપ્લેસ કરી ૧૦ નવી એસટી બસો શરૂ કરવામાં આવશે.

હાલમાં એસટી નિગમ માટે સૌથી વધુ નફાકારક રૂટ હોવાથી  રાજકોટ મોરબી વચ્ચે હાલના તબક્કે ૧૦ એસટી બસ રીપ્લેસ કરવામા આવશે અને મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ખાનગી ટ્રાવેલ્સ અને અન્ય વાહનો સામે રાજકોટ – મોરબી રૂટ સૌથી વધુ ટક્કર આપી રહ્યો છે ત્યારે એસટી નિગમ દ્વારા રાજકોટ ડિવિઝન ખાતેથી ૧૦ મીની બસ જેવા કલરવાળી બસ ટુક સમયમાં જ દોડાવવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.