Abtak Media Google News

ફિઝીક્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેનાં નેનો મટીરીયલ્સ, ફંકશન ઓક્સાઈડ, ક્ધસ મેટર ફિઝીક્સનાં સંશોધન કાર્યથી વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને ભારત સરકારશ્રીના વિજ્ઞાન અને ટેકનોલોજી, એટોમિક એનર્જી ભવન, યુજીસી જેવી રાષ્ટ્રીય સંશોધન સંસ્થા મારફત કરોડો રૂપિયાનું અનુદાન પણ મેળવેલ છે. વિશ્વભરમાં મટીરીયલ્સ વિજ્ઞાનનાં સંશોધનોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંશોધન જર્નલમાં 600 થી પણ વધુ સંશોધન પત્રો પ્રસિદ્ધ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોખરાનું સ્થાન આપવામાં ફિઝીકસ ભવનનાં સંશોધકોનો સિંહફાળો રહ્યો છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રાયોગિક સંશોધન સતત ચાલતી પ્રક્રિયા છે અને તેના ભાગરૂપે અનેક માનવ ઉપયોગી ટેકનોલોજી આજે આપણે રોજબરોજ ઉપયોગ કરી રહ્યા છે. આ સંશોધન કાર્યમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપતાં રાત-દિવસ જોયા વગર સતત અવનવા પ્રયોગો અને તેનાં એનાલીસીસ મારફત ભવિષ્યની ઉપયોગી ટેકનોલોજીનો પાયો નાંખતા પાયાના પથ્થર એટલે “યુવા સંશોધકો  વિદ્યાર્થીઓ” આ યુવા સંશોધકો કે જે ભાવિ વૈજ્ઞાનિકો બનવાના છે.

તેનાં ટેકનિકલ જ્ઞાનનો લાભ દેશભરમાં જુદી-જુદી વિશ્વવિદ્યાલયોમાં સંશોધન કરતાં સંશોધકોને મળે અને જ્ઞાનનાં આદાન-પ્રદાનનાં એક નવા પ્લેટફોર્મનું નિર્માણ થાય તેવા ઉદ્દેશ સાથે ફિઝીક્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્ય સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં કાર્યરત ‘ગુજકોસ્ટ’, ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે નૂતન પ્રયોગનાં ભાગરૂપે સંશોધકો મારફત સંશોધકોને જ્ઞાન અર્પતી પાઠશાલા “વ્યાકૃતિ” આયોજન વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી રાષ્ટ્રીયકક્ષાએ તા. 9 અને 10 જુલાઈ 2021 બે દિવસ માટે કરાયેલ છે.

જેમાં દેશભરનાં જુદાં-જુદાં રાજ્યોની વિશ્વવિદ્યાલયોનાં 1000 થી વધુ સંશોધકો જોડાવાના છે. “વ્યાકૃતિ” વેબીનારનાં આયોજકો યુવા સંશોધકો ચિંતન પંચાસરા, ક. ભારવી હીરપરા, હાર્દિક ગોહીલ અને વિશાલ વડગામાએ જણાવેલ કે બે દિવસીય પાઠશાલામાં “એક્ષપીરીમેન્ટલ ટેકનીક એન્ડ રિલેટેડ મેથોડ ઈન કોન્ડેસ્ડ મેટર ઈન ફિઝીક્સ” સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવા સંશોધકો તેમનાં કૌશલ્ય તજજ્ઞતા દેશભરનાં સંશોધકો સાથે પ્રવાહીત કરશે. જેનાથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર એક નવતર પ્રકારનું ‘કોલોબ્રેશન’ રચાશે. જે ભવિષ્યનાં સંશોધનમાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે. દેશભરમાં ઉપરોક્ત નૂતન પ્રયોગ સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજકોટનાં સંયુક્ત ઉપક્રમે કરાઈ રહ્યો છે. જે અભિનંદનીય છે.

વ્યાકૃતિ પાઠશાળામાં બે દિવસ તા. 9 જુલાઈ નાં રોજ કુ. હિમાંશુ દહીજ, “ક્ષ-કિરણોની તકનીક” ઉપર, ડ. કેવલ ગદાણી “થીન ફિલ્મ ડિવાસીઝ” વિષય પર, ડ. વિપુલ શ્રીમાણી “પૃથ્થક્કરણની ઈલેકટ્રીકલ તકનીક” ઉપર, ડ. કુણાલસિંહ રાઠોડ “ક્ષ-કિરણની સ્પેક્રોસ્કોપી” વિષયક, ડ. ડેવિત ધ્રુવ “ઓપ્ટીકલ ટુલ્સ ફોર ફંકશનલ ઓક્સાઈડ મટીરીયલ્સ” વિષય ઉપર તથા તા. 10 જુલાઈના રોજ શ્રી ભાર્ગવ રાજ્યગુરુ દ્વારા “ટ્રાન્સપોર્ટ પ્રોપર્ટીઝ” વિશે, કુ. ભાગ્યશ્રી ઉદ્દેશી મારફત “મેગ્નેટીઝમ અને મેગ્નેટીક મટીરીયલ્સ” ઉપર અને ડી. ડી. વેંકટેસ મારફત “સુપરક્ધડક્ટીવીટી” વિષય ઉપર એક્સપર્ટ ટોક આપવામાં આવનાર છે.

પરિસંવાદનાં ઉદ્દઘાટન સત્રમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિતીનકુમાર પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, ગુજકોસ્ટ ગાંધીનગરનાં એડવાઈઝર નરોત્તમ શાહ, કુલસચિવ ડો. જતીન સોની, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન પ્રો. ગીરીશભાઈ ભીમાણી, ડો. મેહુલભાઈ રૂપાણી, પરિસંવાદના ચેરમેન પ્રો. હિરેનભાઈ જોષી, પ્રો. મિહીરભાઈ જોષી, ક્ધવીનર પ્રો. નિલેશભાઈ શાહ, પિયુષ સોલંકી, ડો. અશ્વિની જોષી, ડો. ધીરેનભાઈ પંડયા અને ડો.રૂપલ ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાનાં છે.

વ્યાકૃતિ પાઠશાલાનું કો-ઓર્ડીનેટસ એ જણાવેલ કે દેશભરમાં નવતર પ્રયોગના ભાગરૂપે યોજનારા આ પરિસંવાદમાં દેશભરનાં સંશોધકોને પ્રોત્સાહિત કરવા તથા માર્ગદર્શન આપવા તજજ્ઞ વૈજ્ઞાનિકો મોડરેટર તરીકે કાર્ય કરવાનાં છે. આ પ્રયોગના રજિસ્ટ્રેશનમાં અત્યાર સુધીમાં 700થી વધુ સંશોધકો દેશનાં દરેક રાજ્યોમાંથી જોડાયા છે અને રજિસ્ટ્રેશન માટેની લિંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ભાગ લેવા ઈચ્છક સંશોધકો વિનામુલ્ય પરિસંવાદમાં જોડાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.