Abtak Media Google News

લાંબા સમય બાદ વોર્ડ ઓફિસરોની બદલીથી અનેક તર્ક-વિતર્ક

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરના ૧૮ વોર્ડમાં ફરજ બજાવતા ૧૭ વોર્ડ ઓફિસરોની અરસ-પરસ બદલી કરવામાં આવી છે.લાંબા અંતરાલ બાદ ઓફિસરોની બદલીથી કર્મચારીઓમાં ભારે આશ્ચર્ય ફેલાઇ જવા પામ્યુ છે.તરેહ તરેહની ચર્ચા પણ થઈ રહી છે.

વોર્ડ નંબર ૧ના વોર્ડ ઓફિસર  નીલમ બેલીમને વોર્ડ નંબર ૩ માં મૂકવામાં આવ્યા છે.જ્યારે વોર્ડ નંબર બેના વોર્ડ ઓફિસર કિંજલ ગણાત્રાને વોર્ડ નંબર ૯ માં વોર્ડ નંબર 3ના વોર્ડ ઓફિસર નિકુંજ ડોબરીયાને  વોર્ડ નંબર ૧૫ માં,વોર્ડ નંબર ૪ના સિદ્ધાર્થ પંડ્યાને વોર્ડ નંબર ૭માં , વૉર્ડ નંબર ૫ ના મૌલિક ગોંધીયાને વોર્ડ નંબર ૧૪માં જ્યારે વોર્ડ નંબર-૬ ના વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશ ચાવડાને વોર્ડ નંબર ૧૩માં મૂકવામાં આવ્યા છે.

તો વોર્ડ નંબર-૭ના વોર્ડ ઓફિસર આરતી નિમબાર્ડને વોર્ડ નંબર ૧૦માં, વોર્ડ નંબર ૮ના સુનિશા માણેકને વોર્ડ નંબર ૫ માં,વોર્ડ નંબર ૯ના ધવલ જેસડીયાને  વૉર્ડ નં.બેમાં,વૉર્ડ નં.રાજેશ ચત્રભુજને વૉર્ડ નં.૧૭માં,વોર્ડ નંબર ૧૧ અને ૧૨ એમ બે વોર્ડમાં વોર્ડ ઓફિસર તરીકેની ફરજ અદા કરતા નિલેશ કાનાણીને વોર્ડ નંબર ૧૮ માં મૂકવામાં આવ્યા છે.વોર્ડ નંબર ૧૩ના વોર્ડ ઓફિસર ફાલ્ગુની કલ્યાણીને વોર્ડ નંબર ૧૧ માં, વોર્ડ નંબર ૧૪ના હેમાદ્રીબા ઝાલાને વોર્ડ નંબર-૪માં , વૉર્ડ નંબર-૧૫ના નિશાબેન જાદવને વોર્ડ નંબર ૧માં, તો વોર્ડ નંબર ૧૬ના ભાવેશ સોનીગરાને વોર્ડ નંબર ૮માં,વૉર્ડ નંબર-૧૭ના વોર્ડ ઓફિસર કેતન સંચાણીયાને બોર્ડ નંબર ૬માં અને વોર્ડ નંબર ૧૭ના વોર્ડ ઓફિસર નીરજ  રાજ્યગુરુને વોર્ડ નંબર ૧૨ વોર્ડ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

જ્યારે વોર્ડ ઓફિસર ડોબરીયા વોર્ડ નંબર ૧૫ ઉપરાંત ૧૬ ના તરીકેનો વધારાની કામગીરી નો ચાર્જ સંભાળે છે જે નવી નિમણૂક ન થાય ત્યાં સુધી યથાવત રહેશે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.