Abtak Media Google News

વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમના 7 દિવસ બાકી, 31મી માર્ચ સુધીમાં વધુમાં વધુ કરદાતાઓને યોજનાનો લાભ લેવા અનુરોધ

આજદીન સુધીમાં કુલ આવક રૂ.300.44 કરોડની આવક . સે.ઝોનમાં 11 મિલ્કતો સીલ 27- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીક્વરી રૂા.1.00 કરોડ, વેસ્ટ ઝોનમાં 2-મિલ્કતો સીલ 13-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીક્વરી રૂા. 40.00 લાખ, ઇસ્ટ ઝોનમાં 6 મિલ્કતો સીલ, 3-નળ કનેકશન કપાત, 15-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીક્વરી રૂા.50.00 લાખ,

વેરા-વસુલાત શાખા દ્વારા 19-મિલ્કતોને સીલ કરાઇ, 3-નળ કનેકશન કપાત તથા 55-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, રૂા.1.90 કરોડ રીકવરી થઇ  

રાજકોટ મહાનગરપાલિકાનાં ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષમાં મિલ્કત વેરાની વસુલાત રૂ. 300 કરોડનાં આંકને ક્રોસ કરી છે. તા. 01/04/2022 થી તા. 24/03/2023 સુધીમાં રૂ. 300.44 કરોડની કુલ વસુલાત વેરા વસુલાત શાખા દ્વારા કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષ 2021-22માં રાજકોટ મહાનગરપાલિકાએ કુલ રૂ. 272 કરોડની રકમ પ્રોપર્ટી ટેક્સ પેટે વસુલ કરી હતી, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ 2021-22માં કુલ 311079 કરદાતાઓએ ટેક્સ ચૂકવ્યો હતો જેની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં આજ દિન સુધીમાં કુલ 366207 કરદાતાઓએ ટેક્સ ભરપાઈ કરેલ છે.

જેમાં આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 19-મિલ્કતોને સીલ કરેલ તથા 3-નળ કનેકશન કપાત તથા 55-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ સાથે રૂા.1.90 કરોડ રીકવરી: આજ દિન સુધી કુલ આવક રૂ.300.44 કરોડ વર્ષ 2022-23 ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં-2માં જામનગર રોડ પર આવેલ 9-યુનિટને નોટીસ આપેલ તથા જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.91 લાખની આવક થવા પામી છે. વોર્ડ નં-3માં પેલેસ રોડ પર આવેલ 3-યુનિટ, અવધપાર્કમાં 2-યુનિટ તથા રેલનગરમાં 2-યુનિટ એમ કુલ સાત યુનિટને નોટીસ સામે કુલ રૂ.60000/-ની રીક્વરી કરેલ છે. વોર્ડ નં- 4માં કુવાડવા રોડ 2-યુનિટ ભગવતીપરા મેઇન રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ.તથા 3-નળ કનેકશન ક્પાત કરતા રીકવરી રૂ.2.63 લાખની રીક્વરી કરેલ.

ભગવતીપરામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.57,970/-ની રીક્વરી કરેલ. વોર્ડ નં- 5માં સંતકબીર રોડ પર આવેલ 2-યુનિટની સામે 50000/-, રતનદીપ સોસાયટીમાં 3-યુનિટને નોટીસ આપેલ. 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રૂ.35000/- રીક્વરી કરેલ.

વોર્ડ નં-6માં કનક રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.50000/-ની, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ ફટકારાઇ છે.

વોર્ડ નં-7માં ગોંડલ રોડ પર 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 1.00 લાખ થયેલ તથા ભુપેન્દ્ર રોડ પર આવેલ 9-યુનિટ સીલ કરેલ. વોર્ડ નં- 8માં નાના મોવા રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, વૈશાલીનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.90000/- રીક્વરી કરેલ. વોર્ડ નં- 9માં સાધુવસવાણી રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપવામાં આવી. વોર્ડ નં- 10માં યુનિ.રોડ પર આવેલ 3-યુનિટને નોટીસ આપવામાં આવી. સત્યસાંઇ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રૂ.60000/-ની રીક્વરી કરેલ.

વોર્ડ નં-11માં કાલાવાડ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ. વોર્ડ નં-12માં વાવડી વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.20 લાખની રીક્વરી કરાઇ છે.  વોર્ડ નં-13માં ચામુંડાનગરમાં 4-યુનિટ, ઉમાકાંત પંડીત ઉદ્યોગ 3-યુનિટને નોટીસ આપેલ

વોર્ડ નં- 14માં 80 ફુટ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ. વોર્ડ નં- 15માં કોઠારીયા રીંગ રોડ પર આવેલ 3-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ. 2.00 લાખની રીક્વરી કરાઇ છે. કોઠારીયા રીંગ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં- 16માં કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરાતા રૂ.1.20 લાખ રીક્વરી કરેલ.

વોર્ડ નં- 18માં ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.1.00 લાખની રીક્વરી કરાઇ.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

ત્યારે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમના છેલ્લા 7 દિવસ બાકી રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ. 31/03/2023 હોય, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.