Abtak Media Google News

ગુજકેટની પરીક્ષાની હોલ ટીકીટ વેબસાઇટ પર મુકાઇ

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની તા.3 એપ્રિલને સોમવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટન્સ ટેસ્ટ (ગુજકેટ) 2023ની પરીક્ષાની હોલ ટિકીટ વેલસાઇટ પર મૂકી છે. ગુજકેટ-2023ની પરીક્ષામાં ઉ5સ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet gsebht.in અથવા  gsebht.in અથવા www.gseb.org પર ડાઉન લોડ કરવાની રહેશ.

Advertisement

જેમાં ઉમેદવારીએ ગુજકેટ માટે ભરેલ આવેદન પત્રમાં નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેલ આઇ.ડી. અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી હોલ ટીકીટ ડાઉન લોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટીકીટ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરીને પણ ડાઉન લોડ કરી શકશે.

વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેકસ નંબર તથા રજીસ્ટર મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ ઇન થઇ પોતાની શાળાના ગુજકેટ-2023 તમામ માટેના ઉમેદવારોની હોલ ટીકીટ ડાઉન લોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે. ઉમેદવારોએ હોલ ટિકીટ સાથે ફોટો આઇ.ડી. પ્રુફ સાથે લઇ જવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.