Abtak Media Google News

રૈયા રોડ પર અલગ-અલગ પાંચ વેપારીઓને ત્યાં ચેકીંગ દરમિયાન 11 કિલો વાસી મીઠાઇનો નાશ કરાયો

વિજયા દશમીના તહેવારમાં મીઠાઇનો વેંચાણ વધુ માત્રામાં થતું હોય કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના રૈયા રોડ પર ફરસાણ અને મીઠાઇના પાંચ વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. યુઝ બાય ડેટની વિગતો ન દર્શાવવા બદલ તમામને નોટિસ ફટકારવામાં આવી હતી અને 11 કિલો વાસી મીઠાઇના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

1665042550666

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત રૈયા રોડ પર ઠક્કર સ્વીટ એન્ડ નમકીનમાં ચેકીંગ દરમિયાન મળી આવેલા 2.5 કિલો વાસી બોમ્બે હલવાનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે રૈયા ચોકડી પાસે બાલાજી ફરસાણ માર્ટમાં બે કિલો વાસી હલવાનો નાશ કરવામાં આવ્યો હતો અને તેને પણ યુઝ બાય ડેટ ન દર્શાવવા સબબ નોટિસ આપવામાં આવી હતી. બાલકૃષ્ણ ફરસાણમાંથી 6 કિલો વાસી બરફીનો જથ્થો પકડાયો હતો જેનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીને નોટિસ આપવામાં આવી હતી જ્યારે કામધેનુ જલપાન અને રાધે ડેરી ફાર્મને પણ યુઝ બાય ડેટની વિગત ન દર્શાવવા સબબ નોટિસ આપવામાં આવી હતી.

1665042550636

આ ઉપરાંત પ્રણામી ફરસાણ માર્ટ, પારસ સ્વીટ માર્ટ, જલારામ ફરસાણ, ન્યૂ ફ્રેશ ડેરી, શ્રીનાથજી ફરસાણ, બંસીધર ડેરી, જય સિયારામ ફરસાણ, ગૌતમ સ્વીટ, ભારત સ્વીટ, ભગવતી સ્વીટ સહિત કુલ 15 સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મીઠાઇ, વરખ અને ફરસાણ બનાવવા માટે વાપરવામાં આવતા તેલ સહિત કુલ 19 નમૂનાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.