Abtak Media Google News

ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરાનો લક્ષ્યાંક 38 કરોડ રાખવામાં આવ્યો છે. જેની સામે માત્ર 21 કરોડની જ વસૂલાત થવા પામી હોય છે. ટાર્ગેટ પૂરો કરવા માટે હવે ધડાધડ નોટિસો ફટકારવામાં આવી રહી છે.શહેરમાં આવેલી નાની-મોટી 500 જેટલી હોસ્પિટલને પ્રોફેશનલ ટેક્સ અંગે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડોક્ટરો વ્યવસાય વેરો ભરતા જ નથી: રૂ.38 કરોડના લક્ષ્યાંક સામે 21 કરોડની વસૂલાત થતા હવે ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ

પ્રોપર્ટી ટેક્સ પછી જો કોઇ કોર્પોરેશનની પોતીકી આવક હોય તો તે પ્રોફેશનલ ટેક્સની છે. તબીબો પ્રોફેશનલ ટેક્સની રકમ સમયસર ભરતા જ ન હોવાનું અનેકવાર ફલ્લિત થયું છે.

38 કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 21 કરોડની આવક થવા પામી છે. બીજી તરફ હવે નાણાકીય વર્ષ પૂરું થવાના આડે હવે  માત્ર ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે કોઇપણ ભોગે પ્રોફેશનલ ટેક્સનો આવક હાંસલ કરવા માટે હવે ધડાધડ નોટિસો આપવામાં આવી રહી છે. તાજેતરમાં ટેક્સ બ્રાન્ચ દ્વારા 500થી વધુ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.