Abtak Media Google News

રાજકોટના રેન્જ આઈજી ડી.એન.પટેલને સુરત જોઇન્ટ પોલીસ કમિશનર, રાજકોટ શહેર જેસીપી ડી.એસ.ભટ્ટને એસીબીમાં બદલી: રાજકોટ રેન્જમાં સંદિપસિંધ અને જેસીપી તરીકે એસ.એમ.ખત્રીની નિમણુંક

રાજય સરકારે અમદાવાદ રથયાત્રા બાદ તુરંત ૩૧ સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે, અને ગૃહ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલને રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

Advertisement

રાજકોટ રેન્જના આઇજીપી ડી.એન.પટેલને સુરત શહેર જોઇન્ટ પોલીસ કમિશનર અને ભ‚ચના એસ.પી. સંદિપસિંઘને રાજકોટ રેન્જના ડે.આઇજીપી તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટને અમદાવાદ એસીબીમાં સ્પેશ્યલ ડાયરેકટર તરીકે અને તેમની જગ્યાએ કોસ્ટલ સિક્યુરીટી આઇબીમાં ફરજ બજાવતા એસ.એમ.ખત્રીની નિમણુંક કરવામાં આવી છે.

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના હોમ ટાઉનમાં છેલ્લા અઢી વર્ષથી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગહેલૌતે સ્ટોન ક્લિર હિતેશ રામાવત, આંગડીયા લૂંટ, અનડીટેકટ ખૂન, ઘરફોડ ચોરી સહિતના અનેક વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સારી સફળતા મેળવતા રાજકોટવાસીઓમાં સારી લોક ચાહના મેળવી હતી.

રાજકોટમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટી, કુવાડવા રોડ અને બી ડિવિઝન પોલીસ મથકના નવા બિલ્ડીંગ બન્યા છે. અને સાઇબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવા માટે રાજકોટ માટે સાઇબર પોલીસ સ્ટેશનની મંજુરી મળી છે.

લાતી પ્લોટના વેપારીઓને લુખ્ખા ઇભલા દ્વારા વેપારીઓ પાસેથી ખંડણી પડાવવાની રંજાડ હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે કુવાડવા રોડ પર વેપારીઓ સાથે લોક દરબાર યોજી લાતી પ્લોટ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસ ચોકી મંજુર કરી હતી તેમજ ખંડણીખોર ઇભલાની ધરપકડ કરી જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી માટે લોક દરબાર યોજી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય અને ગરીબ વર્ગને ભય મુક્ત કરાવ્યા છે. જયારે રાજકોટ રેન્જ આઇજીપી ડી.એન.પટેલે રાજકોટ જિલ્લા, જામનગર, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકામાંથી કરોડો ‚પિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવામાં સફળતા મળી છે. તેમજ મીઠાપુર ખાતે ડ્રગ્સની ફેકટરી ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે.

બદલી થયેલા ૩૧ સિનિયર આઈ.પી.એસ.અધિકારીઓ

રાજકોટ: રથયાત્રા પૂર્ણ થતાં સરકારે ૩૧ સિનિયર આઈપીએસ અધિકારીઓની મોડીરાત્રે બદલીના હુકમ જાહેર કર્યા હતા. ગૃહ વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરી મનોજ અગ્રવાલને રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનર તરીકે નિમણુક આપવામાં આવી છે.

ક્ક્રમનામહાલનું સ્થળબદલીનું સ્થળ
1મનોજ અગ્રવાલપ્રિન્સીપલ સેક્રેટરી-ગૃહ ખાતુંરાજકોટ પોલીસ કમિશનર
2અનુપમસિંઘ ગેહલોતરાજકોટ પો. કમિશ્નરવડોદરા, પો. કમિશ્નર
3એસ.એન.ખત્રીઆઇજીપી, પોસ્ટ સિકયુ. ગાંધીનગર

 

જેસીપી, રાજકોટ
4ડી.એસ.ભટ્ટજેસીપી રાજકોટએડી. ડીરેકટર, એસીપી

 

5તીર્થરાજડીજીલો એન્ડ ઓર્ડરડીજીપી હ્મુમન રાઇટસ
6મોહન ઝાડીજીપી (વહિવટ)ડીજીપી અને જેલના આઇજી
7ટી.એસ.બિસ્તજેલના ડીજીપી અને આઇજીડીજીપી વહિવટ
8સંજય શ્રીવાસ્તવએડી. ડીજીપી ટેકનીકલ સર્વિસિસએડી. ડીજીપી-લો એન્ડ ઓર્ડર્સ
9કે.કે.ઓઝાએડી. ડીજીપી-ટ્રેનીંગએડી. ડીજીપી-પ્રિવેન્શન ઓફ એટ્રોસીટી
10પી.બી.ગોંદીયાએડી. ડી.જી.પી.પ્રિવેન્શન ઓયએટ્રોસીટીએ.સી./એસ.ટી.ડીરેકટર સીવીલ ડિફેન્સ
11વી.એમ.પારઘીએડી. ડીજીપી ઇન્કવાયરીએડી.ડીજીપી-એન્ડ સર્વિસીસ
12અજય તોમરએડી. ડીજીપી (ડેપ્યુટેશન પર)આઇજીપી-સીઆઇડી ક્રાઇમ
13ડો.સમશેરસિંઘએડી. ડીજીપી સ્ટ્રેટક્રાઇમ રેર્ડ બ્યુરોએડી. ડીજીપી-ઇન્કવાયરી
14ડો.કે.એલ.એન.રાવસેકટર-૧, અમદાવાદએડી. ડીજીપી – ઇન્કવાયરી
15હસમુખ પટેલસ્પે.ડીરેકટર એસીબીમેનેજીંગ ડિરે. પો.હાઉ.કોર્પો
16ડો.નિરજા ગોટ‚ રાવસ્પે.કમિશ્નર ટ્રાફીકએડી. ડીજીપી, મોનિટરીંગ સેલ
17મનોજ શશીધરનવડોદરા પો.કમિશ્નરઆઇપીજી, પંચમહાલ રેન્જ

 

18એન.એન.કોમારઆઇજીપી (પીએન્ડએમ)આઇપીજી, ભાવનગર રેન્જ
19ડો.એસ.પાંડીયારાજકુમારઆઇપીજી, જુનાગઢ રેન્જએડી. ડીજીપી, સુરત રેન્જ
20ખુરશીદ અહેમદજોઇન્ટ ડિરે. સિવીલ ડિફેન્સએકઝી. ડિરે. જીએસઆરટીસી
21પિયુષ પટેલઆઇજીપી બોર્ડ રેન્જ ભુજઆઇજીપી આર્મ્ડ યુનિટ ગાંધીનગર
22અમિતકુમાર વિશ્વામિત્રાઆઇજીપી ભાવનગર રેન્જસેકટર-૧ અમદાવાદ
23બ્રિજેશકુમાર ઝાઆઇજીપી, પંચમહાલગૃહ સચિવ, ગાંધીનગર
24એસ.જી.ત્રિવેદીઆઇજીપી આર્મ યુનિટ,વડોદરાઆઇજીપી, જુનાગઢ રેન્જ
25બી.બી.વાઘેલાજેસીપી, સુરતઆઇજીપી, બોર્ડર રેન્જ, ભુજ
26ડી.એન.પટેલડે. આઇજીપી- રાજકોટ રેન્જએડી. સીપી. સેકટર-ર
27જે.આર.મોથાલિયાડીઆઇજી પ્રિઝન અમદાવાદએડી. પો.કમિ. અમદાવાદ, ટ્રાફીક
28સંદીપ સિંઘએસપી, ભ‚ચડીઆઇજી રાજકોટ રેન્જ
29ગૌતમ પરમારડીસીપી વડોદરાડીઆઇજી રેલ્વે, ગાંધીનગર
30સચિન બાદશાહડીસીપી વડોદરાડીઆઇજી સીઆઇડી ક્રાઇમ
31એચ.આર.મુલિયાણાડીસીપી અમદાવાદ કન્ટ્રોલડીઆઇજી તરીકે બઢતી એડી સીપી, સુરત

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.