Abtak Media Google News

જામનગરમાં ગઇકાલ રાતથી વરસાદનું  આગમન થતાં શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાતાં પ્રિમોન્સૂન એક્ટિવિટી પર પાણી ફેરવાયું.જામનગરમાં કુલ ૬૮ મીમી વરસાદ સવારે દસ વાગ્યા સુધી.ઓછા વરસાદમાં જામનગરમાં લોકોને ભોગવવી પડતી હાલાકી.જો હજી વધારે વરસાદ થાય તો શું હશે જામનગરની હાલત.

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને હજુ પણ વરસી રહ્યો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં 4થી લઈને 20 ઈંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 115 તાલુકામાં ખાબક્યો છે. સાથે જ રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 40-73 ટકા જેટલો થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 57.27 ટકા ખાબક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.