Abtak Media Google News

રાજકોટ: શહેર-જિલ્લામાં બુલટેલગર પર પોલીસની ધોસ: 55.51 લાખનો દારુ પકડાયો

રાજસ્થાન પાસિંગના ટ્રકમાંથી 5,940 બોટલ વિદેશી દારુ મળી આવતા ટ3ક કબ્જે: ચાલકની શોધખોળ

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફ દ્વારા વિદેસી દારુ અંગે કાર્યવાહી કરી બુટલેગરો પર ધોસ બોલાવતા સ્તાનિક પોલીસની જવાબદારી ફીકસ થતી હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા લીસ્ટેડ બુલટેગરો પર ધોસ બોલાવવાનું ચાલુ કર્યુ હોય તેમ છેલ્લા બે દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસે વિદેશી દારુ અંગે ચાર સ્થળે દરોડા પાડી રુા.55.51 લાખની કિંમતની 16,118 બોટલ દારુ પકડાયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર નજીક આવેલા પડવલા તરફ જવાના માર્ગે આર.જી.ે14જીજી. 4609 નંબરના રાજસ્થાન પાસિંગના ટ્રકમાં વિદેશી દારુ હોવાની બાતમીના આધારે શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.જે.રાણા, પી.એસ.આઇસ. આર.વી.ભીમાણી, એસએસઆઇ મુકેશભાઇ ચૌહાણ, સુખદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ જાડેજા, તુષારસિંહ જાડેજા અને યોગીરાજસિીંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ટ્રકમાંથી રુા.18.77 લાખની કિંમતની 5,940 બોટલ વિદેશી દારુ મળી આવતા પોલીસે રુા.10 લાખની કિંમતનો ટ્રક કબ્જે કરી ટ્રક ચાલકની શોધખોળ હાથધરી છે.

રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં આટકોટ ખાતે વિદેશી દારુ અંગે દરોડો પાડી પોલીસમેન વિશાલ સોલંકી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રુા.10.26 લાખની કિંમતની 3400 બોટલ ીવિદેશી દારુ કબ્જે કર્યો છે. લોધિકાના રાવકી ગામેથી રુા.21.48 લાખની કિંમતની 6,118 બોટલ વિદેશી દારુ પકડયો હતો અને રાજકોટ શહેરના પુનિતનગર પાસેથી બોલેરોમાંથી રુા.2.80 લાખની કિંમતની 660 બોટલ વિદેશી દારુ સાથે ત્રણની ધરપકડ કર્યા બાદ પોલીસે પડવલા રોડ પરથી રુા.18.77 લાખની કિંમતની 6,940 બોટલ વિદેશી દારુ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.