Abtak Media Google News

ગીરનાર પર્વત પર ફરી લઘુતમ તાપમાનનો  પારો સિંગલ ડિજિટમાં: નલીયા 10.4 ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઠંડીના જોરમાં સામાન્ય વધારો  થયો હતો. ઝાકળવર્ષાના કારણે વિઝિબિલીટીમાં ઘટાડો થવાના કારણે હાઈવે પર  વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ગીરનાર પર્વત પર તાપમાનો પારો ફરી સીંગલ ડિજિટમાં પહોચી જવા  પામ્યો છે. નલીયાનું તાપમાન 10.4 ડિગ્રી  સેલ્સીયસ નોંધાયું હતુ.હવામાન વિભાગના સુત્રોના  જણાવ્યાનુસાર  આજે સવારે  ઝાકળ વર્ષા થવા પામી હતી.

જેના કારણે હાઈવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો  સામનો કરવો પડયો હતો આજે રાજકોટના લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો   આવ્યો હતો. શહેરનું લઘુતમ તાપમાન  16 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ. વાતાવરણમાં  ભેજનું પ્રમાણ  84 ટકાએ પહોચી જવા પામ્યું હતુ.

સવારના  સમયે વિઝિબિલીટી માત્ર 800 મીટર રહેવા પામી હતી સવારે  8.30 કલાકે વાતાવરણ કિલયર થઈ ગયું હતુ જેના કારણે હવાઈ સેવા પર કોઈ અસર પડી ન હતી.

આવતીકાલે પણ ઝાંકળ વર્ષાની સંભાવના  રહેલી છે.  જૂનાગઢનું  લઘુતમ તાપમાન  13.9 ડિગ્રી નોંધાયું હતુ.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ  80 ટકા અને પવનની સરેરાશ ઝડપ 2.3 કિ.મી. રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર આજે ફરી લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં પહોચી જવાના કારણે યાત્રીકોએ કાતીલ ઠંડીનો અહેસાસ  કર્યો હતો. ગીરનાર પર તાપમાન  8.9 ડિગ્રી નોંધાયું હતુ.

આ ઉપરાંત નલીયાનું તાપમાન  10.4 ડિગ્રી નોંધાયું હતુ.

અમદાવાદનું તાપમાન 14.5 ડિગ્રી, અમરેલીનું તાપમાન 16.8 ડિગ્રી બરોડાનું તાપમાન 11.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 15.3 ડિગ્રી, ભુજનું તાપમાન 13.8 ડિગ્રી, ડિસાનું તાપમાન  14.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 12.7 ડિગ્રી અને સુરતનું તાપમાન 14.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.