Abtak Media Google News

જામનગર અને પોરબંદરમાં જીતુભાઈ વાઘાણી, રાજકોટમાં વિજયભાઈ ‚પાણી, અમરેલીમાં પરસોતમ ‚પાલા ઉપસ્થિત રહેશે: કાલે જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ઉમેદવારી નોંધાવશે

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે હાલ સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી ૩ બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્ર ભરી દીધું છે. દરમિયાન આજે પોરબંદર, રાજકોટ, જામનગર અને અમરેલી બેઠક માટે ભાજપના ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા આવતીકાલે પોતાનું નામાંકન દાખલ કરશે.

આજે સવારે ૧૧:૦૦ કલાકે પોરબંદર બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક ઉમેદવારી ફોર્મ ભરશે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેશે. રાજકોટ બેઠક માટે બપોરે ૧૨:૩૯ કલાકે મોહનભાઈ કુંડારિયા ઉમેદવારી ફોર્મ ભરશે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. રાજકોટ ખાતે વિજયભાઈ ‚પાણીના ભવ્ય રોડ-શોનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે. આજે જામનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ પણ ઉમેદવારી ફોર્મ ભરશે.

આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજય સરકારના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે. જયારે અમરેલી બેઠક માટે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયાના ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ કેન્દ્રીયમંત્રી પુરુષોતમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્રની ૪ બેઠક ઉપરાંત આણંદ, વલસાડ, ભરૂચ અને બારડોલી બેઠક માટે પણ આજે ભાજપના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.

આવતીકાલે જુનાગઢ બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ફોર્મ ભરશે. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેશે. આવતીકાલે જુનાગઢઉપરાંત છોટાઉદેપુર, પાટણ અને બનાસકાંઠા બેઠકો માટે ભાજપ ઉમેદવારી ફોર્મ ભરશે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨૩ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બાકી રહેતી ૩ બેઠકો અમદાવાદ પૂર્વ, મહેસાણા અને સુરત બેઠક માટે આજે ભાજપ ઉમેદવારોના નામની ઘોષણા કરે તેવી સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.