Abtak Media Google News

વિધાનસભા ચૂંટણીના કારણે અશાંતધારાની કામગીરી ધીમી પડ્યા બાદ હવે ફાઈલોનો ધડાધડ નિકાલ કરતા સિટી-1 પ્રાંત

અબતક, રાજકોટ : વિધાનસભાની ચૂંટણીના કારણે અશાંત ધારાની કામગીરી ધીમી પડ્યા બાદ હવે સિટી-1 પ્રાંત દ્વારા ફાઈલોનો ધડાધડ નિકાલ કર્યો છે. ચૂંટણી પત્યા બાદ અત્યાર સુધીમાં પ્રાંત કચેરી દ્વારા શહેરના અશાંત વિસ્તારોની 400 જેટલી મિલકતોની લે વેચની અરજીઓનો નિકાલ કર્યો છે.

રાજકોટમાં મકાન માલિકોની હાલાકી અને કોમી શાંતિ જાળવવા મહેસુલ વિભાગે બે  વખત અશાંતિ ધારો લાગુ પાડ્યો છે. જેમાં પ્રથમ અશાંતધારાના જાહેરનામામા તા.13 જાન્યુઆરી 2021થી  શહેરના વોર્ડ નંબર 2ની છોટુ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આસુતોષ સોસાયટી સિંચાઈ નગર, આરાધના સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, બેંક.ઓફ.બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, જીવન પ્રભા સોસાયટી, અંજની સોસાઇટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરુનગર, રાજનગર  અને અલકાપુરી સોસાયટી સહિત 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

બાદમાં સમય નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર,સોરઠિયાવાડી વિસ્તાર સોસાયટી,વિવેકાનંદ સોસાયટી, પુનિત સોસાયટી,પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ,તક્ષશિલા સોસાયટી, યાદવનગર સોસાયટી, શિયાણી સોસાયટી,કીર્તિધામ, મારૂતિનગર,રાધાકૃષ્ણ નગર, હુડકો- સી અને ડી ટાઈપ, તિરૂપતિ સોસાયટી તેમજ સૂચિત સોસાયટીઓમાં ગોવિંદનગર, ન્યુ કેદારનાથ, સર્વોદય સોસાયટી, ન્યુ સર્વોદય સોસાયટી, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ સોસાયટી,ભોજલરામ સોસાયટી, નાડોદાનગર, સીતારામ સોસાયટી અને  દિપ્તીનગર સહિતની 31 સોસાયટીઓમાં પણ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં અશાંતધારામાં મિલકતના ખરીદ વેચાણ માટેની પરવાનગી આપવાની કાર્યવાહી ખુદ કલેકટર દ્વારા કરવામાં આવતી હતી. પણ કામના ભરણના પગલે જિલ્લા કલેકટર દ્વારા આ કામગીરી સિટી 1 પ્રાંતને સોંપવામાં આવી હતી. સિટી 1 પ્રાંત કે.જી. ચૌધરી દ્વારા અશાંત ધારાના અરજદારોને રૂબરૂ મળીને તેઓના જે કોઈ પ્રશ્નો હોય તે સાંભળીને સુચારુ કામગીરી કરી રહ્યા છે. જો કે વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હોય. જેમાં કચેરીનો તમામ સ્ટાફ રોકાયેલ હોય આ કામગીરી ધીમી પડી હતી. ચૂંટણી જેવી પૂર્ણ થઈ પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ અશાંત વિસ્તારોમાંથી મિલકતના ખરીદ વેચાણ માટે આવેલી 400 ફાઈલોનો ધડાધડ નિકાલ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.