Abtak Media Google News

બોગસ એકાઉન્ટ ઉભુ કરી અસલ એકાઉન્ટ બ્લોક કરનારને શોધી કાઢવા સાયબર સેલ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહનું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. કોઈ તત્વોએ તેમના ફેસબુક પરથી મિત્રોનો સંપર્ક કરી રકમની માંગણી શરૂ કરતા આ મામલે સાયબર સેલે તપાસ હાથ ધરી છે. રેન્જ ડીઆઈજીનું ફેસબૂક એકાઉન્ટ કોઇએ ડમી બનાવ્યું છે. આ ફેસબુક એકાઉન્ટ પરથી ડીઆઈજીના બહેનનો સંપર્ક ક્રરાયો હતો અને પૈસાની માગણી કરી હતી. આ મામલે ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને સાયબર સેલે તપાસ ધમધમાટ આદર્યો છે.

રાજકોટના રેન્જ ડીઆઇજી  સંદિપસિંઘના નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં જેણે રિકવેસ્ટ સ્વીકારી તેને પૈસાની મદદ માટેના મેસેજ મોકલી ઠગાઇનો પ્રયાસ કરતાં ચર્ચા જાગી છે. આ મામલે રૂરલ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ કરી છે.તો રેન્જ ડીઆઇજી સંદિપસિંઘે જણાવ્યું હતું તેમનું ફેસબુક એકાઉન્ટ કોઇએ હેક નથી કર્યું પરંતુ તેમના નામનું નવું જ ફેસબુક એકાઉન્ટ બનાવી લીધુ હતું અને તેમના જ મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની શરૂઆત કરી હતી. રિકવેસ્ટ સ્વીકારનારાઓને એમ થયું હતું કે ડીઆઇજીએ નવું એકાઉન્ટ બનાવ્યું હશે. એ પછી જેણે જેણે નવા એકાઉન્ટની રિકવેસ્ટ સ્વીકારી હતી તેમને પૈસાની મદદ માટેના મેસેજ મળવા માંડ્યા હતાં.

એક મિત્રએ સંદિપસિંઘને જાણ કરતાં તેઓ પણ ચોંકી ગયા હતાં. તેમણે સાયબર ક્રાઇમને જાણ કરી હતી. રૂરલ સાયબર ક્રાઇમના પીઆઇ ડોડીયા અને ટીમ તાકીદે કામે લાગતાં બોગસ એકાઉન્ટ ઉભુ કરનારે આ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. તેને શોધી કાઢવા તપાસ શરૂ થઇ છે. આ અંગે ફેસબૂકને પણ જાણ કરવામાં આવી છે. આ રીતની છેતરપીંડીના બનાવો સમયાંતરે બનતા રહે છે. ત્યારે હવે ખુદ રેન્જ ડીઆઇજીના નામે છેતરપીંડીનો પ્રયાસ થતાં ચર્ચા જાગી છે. ગઠીયાગીરી કરનારાને શોધી કાઢવા ટીમ કામે લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.