Abtak Media Google News

સૂર્યા રામપર ખાતે વાલ્વની કામગીરી પૂર્ણ : નર્મદાનું પાણી ફરીથી પાઈપલાઈનમાં છોડવાનું શરૂ:બપોર બાદ આજી-૧માં નર્મદા નીર પહોંચી જશે:મેયરશ્રી–કમિશનરશ્રી

રાજકોટ તાલુકાના સૂર્યા રામપર ગામ પાસેથી પસાર થતી મચ્છુ–૧ થી ત્રંબા સુધીની નર્મદાની પાઈપલાઈનના વાલ્વ રીપેર થઇ ચૂકયો છે. હવે આજે બપોર બાદ રાજકોટના આજી-૧ જળાશયમાં પુન: નર્મદાના નીર આવવાનું શરૂ થઇ જશે.

રાજકોટના માન. મેયર શ્રી ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આજે એક સંયુક્ત નિવેદનમાં એમ જણાવ્યું હતું કે, સૂર્યા રામપર ખાતે વાલ્વ રિપેરિંગ અને પૂન: ફિટિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી ચુકી છે.

નર્મદાનું પાણી ફરીથી પાઈપલાઈનમાં છોડવાનું શરૂ કરવામાં આવેલ છે, અને સંભવતઃ બપોરે ૨.૦૦ વાગ્યાની આસપાસ નર્મદા નીર આજી-૧ ડેમમાં આવી પહોંચશે. શહેરના નાગરિકોએ પીવાના પાણી બાબતે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.