Abtak Media Google News

રાજકોટના કોવિડ કંટ્રોલરૂમ ખાતેથી પ્રોએકિટવ કોલિંગ સેંટરથી પીડીયુ ખાતે દાખલ દર્દીના સગાને દરરોજ સવાર અને બપોર પછી એમ બે વાર દર્દીની હાલની સ્થિતિ વિશે અવગત કરાવવામાં આવે છે.

Advertisement

Vlcsnap 2021 05 14 08H39M02S344

કંટ્રોલરૂમ ખાતે દર્દીઓના સગા-વ્હાલાઓની તમામ મુંઝવણનું યથોચિત સમાધાન કરવામાં આવે છે. કોવિડ કંટ્રોલ રૂમની તા.21.5.21ની રાત્રે 9 વાગ્યા સુધીની સ્થિતી જોઇએ તો પ્રોએકિટવ કોલિંગ કંટ્રોલ રૂમમાં કુલ 322 કોલ આવ્યા હતા.ચૌધરી હાઇસ્કુલ હેલ્પ ડેસ્ક દ્વારા શિફટ કરવામાં આવેલ દર્દીની સખ્યા 28 હતી. જેમાં પીડીયુમાંથી સમરસમાં 11 દર્દીઓને તેમજ પીડીયુમાંથી 17 દર્દીઓને કેન્સર કોવિડ કેર સેન્ટરમાં શિફટ કરવામાં આવ્યા હતા.

દર્દીઓના સગાઓને દર્દી સાથે કરાવેલ વિડિયો કોલની સંખ્યા 321 હતી. તો દર્દીના સગા દ્વારા આપેલ અને દર્દીને પહોંચાડેલ પાર્સલની સંખ્યા 325 હતી. રૂબરૂ ઇન્કવાયરીની સંખ્યા 396 હતી. જયારે ટેલીફોનિક ઇન્કવાયરી 199 કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.