Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા શહેરમાં મચ્છર ઉપદ્રવ ઘટાડવા માટે એક એકશન પ્લાન બનાવવામાં આવેલ છે

હાલ મચ્છર ઉપદ્રવ મુખ્યત્વે કયુલેક્ષ મોસ્કયુટો (ન્યુસન્સ મોસ્કયુટો) ની ડેન્સીટી છે. પુખ્ત એનોફિલિસ તથા એડીસ મચ્છરની ડેન્સીટી જોવા મળતી નથી. કયુલેક્ષ મચ્‍છરથી ડેન્‍ગ્‍યુ, મેલેરિયા કે ચિકુનગુનીયા જેવા રોગો થતા નથી. દર વર્ષે મીક્ષ ઋુતુ ને લીઘે અનુકુળ તા૫માન, ભેજ અને ૫ર્યાવરણ મળી રહેતું હોવાથી મચ્છર ઉપદ્રવ જોવા મળે છે. રાજકોટ શહેરીમાં હાલ આ પરિસ્થિતિનું મુખ્‍ય કારણ આજીનદીમાં રહેલ ગાંડવેલનો ઉ૫દ્રવ છે.

  •  કયુલેક્ષ મચ્છરના ઉત્પતિ સ્થાન : આજીનદીમાં રહેલ ગંદાપાણીનું સ્‍થગિત પાણી, ગંદા પાણીની ખાડા, ડ્રેનેજ, વોકળા, ડ્રેનેજના મેનહોલ, ખુલ્‍લી ગટર વગેરે.
  • તા૫માન અને ભેજ :- હાલનું ૩૦° થી ૩૫ ° તાપમાન તથા ૩૦ % થી ૪૦ % ભેજ કયુલેક્ષ મચ્છર માટે અનુકુળ છે.
  • કયુલેક્ષ માદા મચ્છર એક જ સમયમાં ૩પ૦ ઈંડા મુકે છે.
  • ગાંડીવેલ :- આજીનદી નદીમાં અંદાજીત ૧૦ થી ૧ર કિ.મી. લંબાઈ તથા અંદાજીત ૧૦ થી ૨૦ મીટર પહોળાઈમાં  Water Hyacinth  (ગાંડીવેલ) પથરાયેલ છે.
  • આજી નદીમાં ગાંડીવેલ :-

Untitled 1 19-ગાંડી વેલનો ઉપદ્રવ અંદાજીત ૧૦ થી ૧ર કી.મી. લંબાઈ તથા અંદાજીત ૧૦ થી ર૦ મીટર જેટલો પહોળાઈ વિસ્તારમાં

-નદીમાં પાણીની ઉંડાઈ ર થી ૬ ફુટ :- નાળોદાનગર, જંગ્‍લેશ્ર્વર, હનીફભાઇની હવેલી પાસે, રામનાથ૫રા સ્‍મશાન પાછળ, વેલનાથ૫રા, રેલનગર વગેરે જગ્‍યાએ નદીની ઉંડાઇ ૮ ફુટ કરતા વઘુ છે.

Untitled 2-ગાંડીવેલની નીચે પુષ્કળ પ્રમાણમાં કયુલેક્ષ મચ્છરના પોરા તથા પ્યુપા જોવા મળે છે. ગાંડીવેલના વેલપ્લાન્ટની પાણીની સપાટીથી ઉંચાઈ ૧ થી ૧.પ ફુટ હોય છે. તેટલી જ મુળની સપાટી નીચે હોય છે. આથી વેલ કાઢયા સિવાય કોઈ પણ પ્રકારની લાર્વીસાઈડ, ઓઈલની અસર લાર્વા – પ્યુપા પર થતી નથી.

-પથ્‍થરાળ તથા ખાણવાળો વિસ્‍તારોને કારણે અમુક વિસ્‍તારમાં જે. સી. બી. તથા ડમ્‍૫ર જેવા સાઘનો ૫હોંચી શકતા નથી.

Untitled 3.-નદીના પાણીનુ ઉંડાણ દરેક જગ્‍યાએ સરખું ન હોઇ જેને કારણે બોટ જેવા સાઘનો ૫ણ ઉ૫યોગમાં લઇ શકાતા નથી. અમુજ જગ્‍યાએ ઉંડાણ વઘુ હોવાને કારણે મેન્‍યુઅલી વેલ કાઢી શકાતી નથી.

-નદીમાં ડ્રેનેજના પાણી તથા હાલના ૩૫ સે. થી વઘુ તા૫માનને કારણે ગાંડી વેલને અનુકુળ તાપમાન તથા ડ્રેનેજનું નાઇટ્રોજન યુક્ત પાણી હોવાને કારણે ગાંડીવેલને પોષણ મળી રહે છે. તેથી હાલના સમયમાં ખુબ જ ઝડ૫થી ગાંડીવેલનો ફેલાવો થાય છે તથા ગાંડીવેલ કાઢયા બાદ જો તેના બીજ રહી જાય તથા પાણી વહેતુ કરવામાં ન આવે તો ફરીથી ત્રણ ચાર દિવસની અંદર જ ઝડ૫થી તેનો વિકાસ થઇ નદીમાં ફેલાઇ જાય છે.

-ડ્રેનેજના Air Pipe ને કારણે મચ્છરને અંદર ઈંડા મુકવા તથા તેમાંથી પુખ્ત મચ્છર બનીને બહાર આવવાની જગ્યા મળી રહે છે. આ Hidden Places છે. જેમાં લાર્વીસાઈડ નાખી શકાતી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.