Abtak Media Google News

ગુજરાત રાજ્ય ખાધ તેલ અને તેલીબિયા એસો.ના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવી ખાદ્ય તેલનીઆયાત ઘટાડવા કરી રજૂઆત

ગુજરાત રાજ્ય ખાધ તેલ અને તેલીબીયા એસોસિએશનના પ્રમુખ સમીરભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવી ખાધ તેલની આયાત ઘટાડવા રજૂઆત કરી છે, વડાપ્રધાનને પાઠવેલા વિસ્તૃત પત્રમાં સમીર શાહે પ્રથમ તો નરેન્દ્રભાઈ મોદીને તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ ના કારણે ભારતને સૌપ્રથમવાર જી20 રાષ્ટ્રોનું નેતૃત્વ કરવા ના ગૌરવ રૂપ અવસર અંગે શુભકામના પાઠવી હતી , ખાદ્ય તેલની આયાત ઘટાડવા અંગે કરેલી વિસ્તૃત રજૂઆતમાં પત્રમાં જણાવ્યું છે કે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન દર વર્ષે દેશમાં 155થી 160લાખ મેટ્રિક ટન ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે, સરકાર દ્વારા લેવામાં આવેલા દુરેંદેશી પૂર્વકના અનેક પગલાંઓથી છેલ્લા બે વર્ષોમાં આયાત તેલ નું પ્રમાણ ઘટ્યું છે અને 130થી 135 લાખ મેટ્રિક ટનસુધીની આયાત નીચે આવી છે

આપની સરકારે રાજદ્વારી અને નીતિવિષયક નિર્ણયો નો સમયસર અમલ કરીને આંશિક રીતે ખાધ તેલની પરાવલંબીતા ઘટાડવામાં સફળતા મેળવી છે અલબત્ત ખાદ તેલના ભાવને કાબુમાં લેવા માટે મહદંશે આયાતને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આયાત તેલ નુંપ્રમાણ સાત ટકા જેટલું રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતુ, સમીરભાઈ સાહે વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું છે કે ભારતની ખરીફ ઋતુમાં તેલીબિયાનું પબ્લિક ઉત્પાદન થયું છે અને બજારમાં આવક શરૂ થઈ ગઈ હોવા છતાં હજુ દેશમાં આયાતી ખાધ તેલ ની આવક ચાલુ છે

અને ઓક્ટોબર 2022 માં તો 16 લાખ મેટ્રિક ટન જેટલું ખાધ તેલ આયાત કરવામાં આવ્યું સ્થાનિક બજારમાં ઘરેલુ તેલીબિયા ના આગમન વચ્ચે પણ 13.5 લાખ ટન ની આયાત કરવામાં આવી છે બજારમાં 12.5લાખ ટન જેટલા તેલીબિયા ઠલવાયા છે તેમ છતાં તેલની આયાત ચાલુ છે અત્યારે આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ના વધારા અને સ્થાનિક શિયાળુ પાક તરીકે રાયડો સોયાબીન સૂર્યમુખી એરંડા જેવા તેલીબીયા ની આવક ચાલુ છે.

ત્યારે આયાતી તેલનું ભારણ ઘટાડવા માટે ઈમ્પોર્ટ ડ્યુટી માં વધારો કરી આયાતી તેલ પર અંકુશ મુકવાની જરૂર છે સમીરભાઈ સાહે પત્રના અંતે એવી આશા વ્યક્ત કરી છે કે અમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ની દુરદેશી નિર્ણય શક્તિ અને પરિસ્થિતિ જોઈને પગલાં લેવાની ક્ષમતા પર વિશ્વાસ છે ત્યારે અર્થતંત્ર પર ફુગાવો અને વિદેશી હુંડિયામણ નું ભારણ ઘટાડવા ખાધ તેલ ની આયાત ઘટાડવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.