Abtak Media Google News

સેન્ટ્રલ ઝોનમાં બે અને ઇસ્ટ-વેસ્ટ ઝોનમાં એક-એક મિલકતોને તાળા લગાવાયા

 

અબતક, રાજકોટ

એકમાત્ર ટેક્સ રિક્વરીની કામગીરી માટે ઉભા કરવામાં આવેલા ઉઘરાણી સેલની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. આજે રિક્વરી સેલ દ્વારા ગણીને માત્ર 7 મિલકતો સીલ કરી હતી. જ્યારે 35 મિલકતને જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. બીજી તરફ આશ્ર્ચર્યજનક રીતે જે બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે. તેના નામ પણ જાહેર કરવામાં આવ્યા નથી. આજે વેરા વસૂલાત શાખા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બે મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 17 યુનિટને જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. બપોર સુધીમાં 8.70 લાખની રિક્વરી થવા પામી છે. આ ઉપરાંત વેસ્ટ ઝોન વિસ્તારમાં એક મિલકત સીલ કરવામાં આવી હતી અને 10.20 લાખની વસૂલાત થવા પામી છે. જ્યારે ઇસ્ટ ઝોન વિસ્તારમાં કુલ 4 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 18 યુનીટોને જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. બપોર સુધીમાં 56.60 લાખની વસૂલાત કરવામાં આવી છે.

આ કામગીરી આસી. મેનેજર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્સ ઇન્સ્પેક્ટર તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્ર્નર કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સીલીંગ અને રીક્વરીની કામગીરી ચાલુ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.