Abtak Media Google News

પ્રમુખ તરીકે વિપુલભાઈ શુકલ, મહામંત્રીપદે વૈશાલીબેન શુકલ અને નિકેતભાઈ જોશીની નિયુકિત

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ સાધારણ સભા મેનેજીંગ ટ્રસ્ટી  દર્શિતભાઈ જાની, ફાઉન્ડર પ્રમુખ ભાવનાબેન જોશી તથા અન્ય કમિટી મેમ્બરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

Advertisement

ઔ.ઝા. બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે ડો. અતુલભાઈ વ્યાસનો કાર્યકાળ પૂર્ણ થતાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ- રાજકોટ દ્વારા નવી ટીમના હોદ્ેદારો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે  વિપુલભાઈ શુકલની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત મહામંત્રીઓ તરીકે શ્રીમતિ વૈશાલીબેન શુકલ તથા નિકેતભાઈ જોશી તેમજ ઉપપ્રમુખો તરીકે માલતીબેન જાની, હેમાનીબેન રાવલ અને વિમલભાઈ જાનીની નિયુક્તિ થયેલ. જ્યારે મંત્રીઓમાં દિપાબેન ભટ્ટ અને પંકજભાઈ મહેતા તથા સહમંત્રીઓમાં ઓમકારભાઈ ભટ્ટ અને કરનભાઈ જાની, સંગઠન મંત્રી પદે નયનભાઈ ભટ્ટ અને ખજાનચી તરીકે રાજીવભાઈ દવેની નિમણૂક કરવામાં આવી હતી.

સાધારણ સભા દરમિયાન સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તથા ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ-સમાજના મેનેજિંગ ટ્રસ્ટી   દર્શિતભાઈ જાનીએ નિવૃત્ત થતાં પ્રમુખ ડો. અતુલભાઈ વ્યાસની કામગીરીની શાબ્દિકપે સરાહના કરી બિરદાવેલ તેમજ નવનિયુક્ત થયેલ હોદ્ેદારોની ટીમને શુભેચ્છા પાઠવી સમાજોપયોગી કાર્ય કરવા પ્રેરણાપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ-રાજકોટ આયોજિત સાધારણ સભાના અંતે આગામી દિવસોમાં નવનિયુક્ત પ્રમુખ  શ્રી વિપુલભાઈ શુકલની આગેવાની હેઠળ બ્રહ્મસમાજના બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટીશન તેમજ લેડીઝ માટે ‘કરાઓ કે સ્પર્ધા’ સહિતના અનેકવિધ બેનમૂન આયોજનો હાથ ધરવામાં આવશે.

આ સાધારણ સભામાં પ્રમુખ તરીકે કાર્યરત ડો. શ્રી અતુલભાઈ વ્યાસે પોતાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી જુદીજુદી અનેક પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશેની સવિસ્તારપૂર્વક વિગતો રજૂ કરી હતી તેમજ નવનિયુક્ત થયેલા હોદ્ેદારોને પણ ડો. અતુલભાઈ વ્યાસે આવકાર્યા હતા. છેલ્લા સાત વર્ષ પૂર્વે સ્થાપના કરવામાં આવેલ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ દ્વારા રાજકોટ શહેરમાં અનેકવિધ સમાજોપયોગી સેવાકીય તેમજ સામાજિક કાર્યો અવિરતપણે નિ:સ્વાર્થભાવે કરવામાં આવી રહ્યાં છે.

સ્થાપનાકાળથી આજ સુધીમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના 1400 જેટલા કુટુંબો આ સમાજ સેવા કરતી સંસ્થા સાથે જોડાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.