Abtak Media Google News

દેશ-વિદેશમાં ફરી કોરોનાએ ઊથલો માર્યો છે જેને આપણે ચેપી રોગ તરીકે ઓળખીએ છીએ. વિશ્વમાં કોરોના પહેલા પણ ઘણા ચેપી રોગ આવ્યા જે હજી પણ નાબૂદ થયા નથી પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે આ ચેપી રોગ છે શું ? ક્યાં પ્રકારના રોગોને ચેપી રોગ કહી શકાય છે? તો ચાલો આપણે જાણીએ ચેપી રોગ વિશે થોડી માહિતી:

માનવ શરીરને તંદુરસ્ત સ્થિતમાંથી અસ્વસ્થ કરનારા અથવા બિમાર પાડનારા તત્વો  બેક્ટેરિયા, વાઇરસ અને ફન્ગસ અને પેરેસાઇટ્સ કહેવાય. માનવ શરીરના સાત દરવાજા આંખો, નાક, કાન, મો, મળદ્વાર, મૂત્રદ્વાર અને ચામડીના અનેક છીદ્રોમાંથી આ તત્ત્વો દાખલ થાય છે. અને રોગ ઉત્પન્ન કરે તેને ચેપથી થયેલો રોગ અથવા ચેપી રોગ કહેવાય. વાઈરસ, બેક્ટેરિયા ,પ્રજીવો .ફૂગ અને કૃમીઓ થી થતા રોગો ચેપી છે .ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે .ચેપી રોગોનો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે .ચેપી રોગો હવા, પાણી ,તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે.

કેવી રીતે ફેલાય છે ચેપી રોગ ?

૧. (ડાયરેક્ટ) સંપર્કમાં આવવાથી

ચેપી રોગો ડાયરેક્ટ સંપર્કમાં આવવાથી ફેલાય છે જેમકે શરદી થયેલા દર્દી છીંક કે ઉધરસ આવે ત્યારે નજીક રહેલી વ્યક્તિના શ્વાસમાં શરદીના વાઇરસ જવાથી શરદી થાય ટી.બી. (ક્ષય) થાય કેટલાક જંતુ સ્પર્શ એટલે કે એકબીજાને અડકવાથી થાય સેક્સને કારણે એઈડ્સ જેવા રોગો થાય છે. પ્રાણીઓને લીધે ચેપી રોગો થાય પાળેલા કુતરાના કરડવાથી કે તેમના નહોર વાગવાથી હડકવા જેવા અને બિલાડીને કારણે ”ટોક્સો પ્લાંસ્મોસિસ” જેવા રોગો થાય. ગર્ભવતી માના પેટમાં રહેલા બાળકને પણ માંને થયેલા રોગ થાય.

૨.આડકતરા સંપર્કમાં આવવાથી:

તમે દિવસ દરમિયાન ૨૦ કે ૨૫ વખત ઘણી બધી વસ્તુઓને ઘરમાં અને ઘર બહાર અડો છો. જેને તમારા પહેલા ઘરના અને બહારના અનેક લોકો અડેલા હોય જેમાના કોઈ બેક્ટેરિયા કે વાઇરસથી ચેપ લાગેલા હોય અને તે વખતે તમે એન્ટિસેપ્ટિક સાબુથી હાથ ધોયા વગર તમારી આંખોને, મોં ને કે નાકને અડો ત્યારે તે પ્રકારના રોગ તમને થઈ શકે. બીમાર દર્દીને લોહી આપવાનું હોય (બ્લડ ટ્રાન્સફ્યૂઝન) ત્યારે પણ જાણે-અજાણે દૂષિત લોહીમાં રહેલા રોગ કરનારા જંતુ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં જાય છે.

૩. જીવજંતુ કરડવાથી થાય :

આગળ જણાવ્યા પ્રમાણે મચ્છરથી મેલેરિયા થાય છે તેજ રીતે માખીને કારણે ખોરાકને લીધે, માંકડ, જુ, ભમરી, વીંછી સાપ જેવા જીવ જંતુ કરડવાને કારણે અનેક પ્રકારના રોગ થાય છે. તેથી પ્રાણીઓ એકબીજાના સંપર્કમાં આવીને પછી મનુષ્યને કરડે તો પણ અનેક પ્રકારના રોગ થઈ શકે છે.

૪. પાણી, બીજા દૂષિત પ્રવાહી અને ખોરાકને કારણે થાય :

જાણે અજાણે ચોક્ખું પાણી કે બીજા પ્રવાહી પીધા હોય, ખુલ્લો વાસી ખોરાક ખાધો હોય, ત્યારે ઈ.કોલાઈ નામના બેક્ટેરિયાને કારણે ચેપ લાગે અને ફૂડપોઈઝનિંગ અને કોલેરા જેવા રોગો થાય અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય.

ચેપી રોગના લક્ષણો

૧. તાવ આવે ૨. ઝાડા થઈ જાય ૩. ખૂબ થાક લાગે ૪. આખા શરીરના સ્નાયુ ખૂબ દુખે ૫. ઉધરસ આવે

ચેપી રોગથી બચવાના ઉપાય

1. રોગપ્રતિકારક શક્તિમા વધારો કરો

જો તમારી ઈમ્યુનિટી સિસ્ટમ વીક હોય તો એવા પદાર્થનું સેવન કરો જેના દ્વારા તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. દારૂ, સિગારેટ અને કેફી પદાર્થો લેશો નહીં : તમારી ઈમ્યુનિટી વધારવા માટે દારૂ અને સિગારેટ પીવાની ટેવ છોડી દેવી પડશે. આ પદાર્થોને કારણે તમારી રોગપ્રતિકારક ઘટી જશે.

2. શરીરને સ્વચ્છ રાખો:
કોઈ પણ જગ્યાએથી આવ્યા બાદ નાહવાની આદત રાખવી, ઘરમાં પ્રવેશ કર્યા પહેલા હાથ ધુઓ અને કોઈ પણને અડક્યા વગર ખાસ કરીને નાના બાળકને અડ્યા વગર નાહવાની આદત રાખો. ઘરમાં પણ સ્વછતાની આદત રાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.