Abtak Media Google News

પીડીએમ કોલેજમાં સવારે ૧૩ બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે

રાજકોટ એસ.ટી. ડિવીઝનનાં છેલ્લા ૧૦ વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી તે ટ્રાફિક કંટ્રોલરનાં હોદા માટેની પરીક્ષા કાલે પીડીએમ કોલેજમાં ૧૩ બ્લોકમાં લેવાશે. જેમાં રાજકોટ ડિવીઝનનાં ૩૮૦ કંડકટરો પરીક્ષા આપનાર છે.કાલે રાજકોટમાં ૩૮૦ કંડકટરો પરીક્ષામાં રોકાયેલા હોવાથી ૪ ડિવીઝનોમાંથી ૨૫૦ કંડકટરો રૂટ સંચાલન માટે તૈનાત કરવા આદેશ કરાયા છે જોકે આજે શનિવારે જ ફાળવાયેલા ડેપો અને રૂટમાં ફરજ બજાવવા ૨૫૦ જેટલા કંડકટરો હાજર થઈ ગયા છે. બાકીનાં ૧૩૦ કંડકટરોની આંતિરક વ્યવસ્થા કરીને સંચાલન કરવામાં આવશે.

Advertisement

રાજકોટ એસ.ટી.ડિવીઝનનાં વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ડિવીઝનમાં કુલ ૯૦૦ ડ્રાઈવરો અને ૮૫૦ કંડકટરો છે. તેમાંથી કાયમી કેડરનાં ૪૫૦ કંડકટરો આ પરીક્ષા આપવાની યોગ્યતા ધરાવે છે જેમાંથી ૩૮૦ જેટલા કંડકટરો પરીક્ષા આપશે. આ પરીક્ષાનાં પેપર મધ્યસ્થ કચેરી રાણીપથી આવશે અને પરીક્ષામાં ટ્રાફિકને લગતા તેમજ ડિપાર્ટમેન્ટને લગતા પ્રશ્ર્નો પુછવામાં આવશે. ૫૦ ટકા માર્કસ લાવનાર કંડકટર પ્રમોશનને પાત્ર ગણવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આસીસ્ટન્ટ ટ્રાફિક ઈન્સ્પેકટરની નજીકનાં દિવસોમાં પરીક્ષા આવી રહી છે. આ પરીક્ષા ગ્રેજયુએશન કે પોસ્ટ ગ્રેજયુએશન કરેલા કે તેથી પણ ઉચ્ચ લાયકાત ધરાવનારા કંડકટરને પરીક્ષા આપવા સીધા લાયક માનવામાં આવ્યા નથી. સૌપ્રથમ તેણે ટીસી બનવું પડે પછી એટીઆઈની પરીક્ષા આપી શકે. જયારે ૭ ધોરણ પાસ ડ્રાઈવર ડાયરેકટર એટીઆઈની પરીક્ષા આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.