Abtak Media Google News

અબતક, રાજકોટ

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ એસ.ટી ડીવીઝનની આવકમાં જન્માષ્ટમીમેં ને લઈ રેકોર્ડબ્રેક આવક થઈ છે. સાતમ-આઠમના પર્વ પર તીર્થસ્થાનો પર ફરવા જવાનું નક્કી કર્યું હતું. આઠમના એક જ દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને 50 લાખની આવક થઇ છે. આ માટે એસટી વિભાગ દ્વારા તીર્થસ્થાનોના રૂટ પર એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષાથી અનેક લોકો ઘરની બહાર નીકળ્યા ન હતાં. ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના દિવસો સાથે જાહેર રજાઓની ગોઠવણ થઈ જતાં બહારગામ રહેતા અનેક નોકરિયાતો, ધંધાર્થીઓ પોતાના વતન તેમજ ફરવા આવી પહોંચ્યા હતાં. આ સાથે ચોટીલા, દ્વારકા, દીવ અને સોમનાથ સહિતના હરવા-ફરવાના સ્થળોએ ફરવા જતા અનેક સ્થળોએ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ મુસાફરો માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 50 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.

અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરો ઉપરાંત દ્વારકા, દિવ, સોમનાથ અને સુરેન્દ્રનગર તથા કચ્છનાં માતાના મઢ જવા માટે પણ એસટી બસોમાં ભરચક્ક ટ્રાફિક જોવા મળ્યો હતો.હજુ આ અઠવાડિયા સુધી એસટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. રાજકોટ સહિત રાજ્યભરનાં તમામ સ્થળોએ એસટી ડેપોમાં બે વર્ષ બાદ ભારે ભીડ જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.