Abtak Media Google News

બાકીદારો સામે ટેકસ બ્રાંચે લાલ આંખ કરતા બપોર સુધીમાં 63 લાખની રીકવરી

ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલો 260 કરોડનો તોતીંગ લક્ષ્યાંક કોઈપણ ભોગે હાસલ કરવા માટે ટેકસ બ્રાંચે હવે કડક ઉઘરાણી શરૂ કરી દીધી છે. આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટેકસ બ્રાંચ દ્વારા બાકીદારોની 25 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને 55 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે. બપોર સુધીમાં 63 લાખ રૂપિયાની રીકવરી થવા પામી છે.

ટેકસ બ્રાંચ દ્વારા આજે શહેરના વોર્ડ નં.3માં દરબારગઢ વિસ્તારમાં 2 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી. વોર્ડ નં.7માં ધનરજની કોમ્પલેક્ષમાં એક મિલકત, કુબેર કોમ્પલેક્ષમાં 2 મિલકત, જીમી ટાવરમાં 3 મિલકત સીલ કરવામાં આવી છે. વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર સરદારજી ધાબાને જપ્તી નોટિસ આપવામાં આવી છે તો સત્યમ, શિવમ, સુદરમમાં એક મિલકત સીલ કરવામાં આવી છે. વોર્ડ નં.12માં વાવડી ઈન્ડ. એરીયામાં 4 યુનિટ સીલ કરાયા છે તો વોર્ડ નં.13માં બેકબોન રેસીડેન્સમાં આવેલા 5 કોમર્શીયલ મિલકતને નોટિસ આપવામાં આવી છે. તો વોર્ડ નં.17માં સહકારનગર મેઈન રોડ પર કુલ 4 મિલકત સીલ કરવામાં આવી છે.

17 03 2021 1

આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા 10 મિલકત સીલ કરાઈ હતી અને 17 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.18 લાખની રીકવરી થવા પામી છે. વેસ્ટ ઝોનમાં 9 મિલકતો સીલ કરવામાં આવી છે અને 20 મિલકતને જપ્તી નોટિસ આપવામાં આવતા 25 લાખની રીકવરી થવા પામી છે તો ઈસ્ટ ઝોનમાં 6 મિલકત સીલ કરાઈ અને 18ને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.20 લાખની રીકવરી થવા પામી છે. આજે ત્રણેય ઝોનમાં 25 મિલકત સીલ જ્યારે 55 મિલકતને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા બપોર સુધીમાં કુલ 63 લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.