Abtak Media Google News
  • ભાજપ સરકાર દ્વારા 6 જેટલી માગણીઓ સ્વીકારવામા નહી આવતા માલધારી સમાજમાં ભારોભાર રોષ
  • કોંગ્રેસ કાયમ માલધારીઓના પ્રશ્ને સાથે છે

ગુજરાતના માલધારી સમાજને રાજ્ય  સરકારે કાયમ લોલીપોપ જ આપી છે. માલધારી સમાજના જુના પડતર પ્રશ્નો અને સમાજની થયેલી અવગણના દુર કરવામી દરકાર પણ લેવામાં આવી નથી ત્યારે સમગ્ર માલધારી સમાજમાં ભાજપ સામે ભારે અસંતોષ છવાયેલો જોવા મળે છે અને તેનો પડઘો આગામી તા. 1લી ડિસેમ્બરે મતદાનમા પડશે અને સમગ્ર સમાજ ભાજપની વિરુધ્ધમાં અને કોંગ્રેસની તરફેણમા કચકચાવીને મતદાન કરશે તેમ કોંગ્રેસના અગ્રણી રાજુભાઇ ચાવડિયા અને જગદીશભાઈ મોરી અને મહેશભાઈ રાજપૂત એ એક નિવેદનમાં જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે,  વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત સરકાર સાથે સમાજના સાથે સંતો-મહંતો, ભુવાજીઓ, સામાજીક રાજકીય આગેવાનો અનેક વખત બેઠક કરી ચુક્યા છે છતાંય કોઈ ન્યાય મળ્યો નથી.

છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતનાં માલધારી સમાજ ઉપર કાયદાની આંટીઘુટીમાં  સમાજના ભાઈઓ-બહેનો ઉપર અનેક ખોટા પોલીસ કેસો કરી જેલમાં નાખ્યા છે. તાજેતરમાં એક માલધારીને બે વર્ષની સજા પણ થયેલ છે.  સમાજની બેન-દિકરીઓને ધક્કા-મુક્કા મારીને પોલીસે અને કોર્પોરેશને જુલમ ગુજાર્યો છે. માલધારી સમાજની  ગાયોના ગૌચરો બે પગવાળા ઉદ્યોગપતિઓ આખલાઓને પધરાવી દીધાં છે.રાજકોટમાં હમણાં ઉપલા કાંઠા વિસ્તારના 6 જેટલા યુવાનોને પાસામાં ધકેલી દઈને હદ કરી નાખી છે. આ નિર્દોષ યુવાનોને પરાણે પોલીસ સ્ટેશને બોલાવીને કાગળમાં સહી લઈને ધરપકડ કરી લેવામાં આવી હતી.

શહેરી વિસ્તારમાં વર્ષોથી માલધારી સમાજની માંગણી છે કે માલધારી વસાહતો બનાવી માલધારી સમાજને ન્યાય આપવો જોઈએ. જેથી નિર્દોષ રાહદારીઓને થતા અકસ્માતો અટકે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ નારાજ છે તે વાત સાચી પણ લોકશાહીમાં તમારો મત એજ આપણી તાકાત પાંચ વર્ષે બતાવવાની હોય છે. જેથી સરકાર કોઈપણ આવે પણ તમે એકજુથ થઈ મતદાન કર્યું હશે તો આવનાર કોઈપણ સરકાર આપણા સમાજની ગણના કરશે અને જો આપણે કોઈપણની શેહ-શરમમાં કે વાતમાં આવીને આપણો મત વેડફી નાંખીશું તો આવનાર આપણી પેઢી આપણાને માફ નહીં કરે.

માલધારી આગેવાનો  છેલ્લા ઘણાંય સમયથી માલધારી સમાજ માટે લડત આપી  રહ્યા છે. માલધારીઓને સ્પર્શતા પ્રશ્નો જેવા કે, ગીર, બરડા અને આલેચ નાં પ્રશ્નનો નિકાલ ન થયો., માલધારી વસાહતો ના બનાવી અને નિર્દોષ લોકોને અકસ્માતોનો ભોગ બનવો પડ્યું, હાલ તબક્કે પણ માલધારી સમાજનાં પશુપાલન કરતા લોકો ઉપર ખોટા પોલીસ કેસ કરી જેલમાં પુરવામાં આવે છે, 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા, 70 લાખ કરતા પણ વધુ માલધારીઓ વસવાટ કરે છે તેઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે,

સમાજના 6 યુવાનોને ખોટી રીતે પાસામાં ધકેલી દીધા

Untitled 1 150

સમગ્ર ગુજરાતમાં દુધની ડેરી અને મંડળીઓમાંથી માલધારી સમાજનો એકડો કાઢી નાખ્યો. માલધારી સમાજને ખેડૂત બનાવનો હક્ક ના આપ્યો, તેમણે એમ પણ કહ્યું છે કે, કોંગ્રેસ  હંમેશા માલધારીઓની પડખે રહી છે  ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદિશભાઈ ઠાકોર તેમજ કોંગ્રેસનાં  ધારાસભ્યો માલધારીઓનાં  કપરા સમયમાં માલધારી સમાજની સાથે રહ્યા છે.ત્યારે આગામી ચૂંટણીમાં સમગ્ર સમાજ કોંગ્રેસની તરફેણમાં મતદાન  કરશે.

ભાજપ સરકાર દ્વારા હમેંશા માલધારી સમાજનો ઉપયોગ મતપેટી તરીકે જ કરવામાં આવ્યો છે.  જ્યારે સમાજની જરૂરીયાત જણાય ત્યારે ભાજપના નેતાઓ ગાય બનીને માલધારીઓ પાસે આવે છે. જ્યારે જરૂરીયાત સંતોષાય જાય ત્યારે નેતાઓ સમાજની સામે નજર કરવાની પણ તસ્દી લેતા નથી. ભાજપના શાસનમાં ગૌચરની જમીનો વેંચાઇ ગઇ છે. જેના કારણે માલધારી સમાજના મહામૂલા એવા પશુધનની હાલત કફોડી બની જવા પામી છે. પેટ ભરવા માટે પશુધને રખડતાં-ભટકવાની ફરજ પડી રહી છે.

એક તરફ ગૌચર વેંચી મહાપાપ કરનાર સરકાર બીજી તરફ રાજમાર્ગો પર રખડતા પશુઓને પકડી રહી છે. જેના કારણે માલધારીઓમાં ભારોભાર રોષની લાગણી વ્યાપી જવા પામી છે. એનિમલ હોસ્ટેલ અને માલધારી વસાહત બનાવવાની વાતો ચોક્કસ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. ભોળા એવા માલધારી સમાજને ભાજપના નેતાઓ અને શાસકો દ્વારા હર હમેંશ અન્યાય જ કરવામાં આવ્યો છે. હવે સમય આવી ગયો છે કે ભાજપને તેનું સ્થાન બતાવી દેવાનો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.