Abtak Media Google News

શાસ્ત્રી મેદાન, રાજકોટમાં ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી હાથશાળ – હસ્તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરૂં પાડવાના આશયથી 26 થી 28 માર્ચ દરમ્યાન હસ્તકલા હાટ યોજાશે.

8 રાજયોના 100થી વધુ કારીગરો 90 સ્ટોલમાં તેમની કલાના કામણ રજૂ કરશે

“એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત આ હસ્તકલા હાટ નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ટ્રાયફેદના સંકલનથી યોજાશે, જેમાં ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ સ્ટોલ તેમજ ગુજરાતની વિવિધ ક્રાફ્ટનું કારીગરો દ્વારા જીવંત નિદર્શન રજૂ કરવામાં આવશે. આ મેળામાં 100થી વધુ કારીગરો તેમની કલાનું પ્રદર્શન કરશે

આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળીને કુલ 8 રાજયોના કારીગરો શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટની વિવિધ કલા-કારીગરીના કામણ પાથરશે. ક્રાફ્ટ સ્ટોલ તથા ઓર્ગેનિક ફૂડનાં 49 જેટલા સ્ટોલમાં વિવિધ રાજયોની ખવનવી ખાદ્ય વસ્તુઓ આરોગી શકાશે.  50થી વધુ સ્ટોલમાં ગુજરાત રાજ્યના માટી કામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી- દુપટ્ટા-શાલ વુલન- હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વગેરે હાથશાળ  હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું જીવન નિદર્શન કરવામાં આવશે.

Kha37J0H

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ગરવી ગુર્જરી એમ્પોરીયમનો સ્ટોલ પણ રખાયો છે આ મેળાનું આયોજન વડોદરાનું ઇ.ડી.આઇ. આઇ, રાજકોટનું ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. તથા અમદાવાદ અને માધવપુર (પોરબંદર) દ્વારા સંયુકતપણે કરાયું છે. ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક ડી.એમ. શુકલ,ના દિશા સૂચન હેઠળ તથા ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ પ્રવીણ સોલંકી તથા  ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. ના મેનેજિંગ ડાયરેક્ટર  મમતા હિરપરાએ  આ હસ્તકલા હાટની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજકોટની જનતાને ભાવભર્યો અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.