Abtak Media Google News

સોશિયલ મીડિયાનું દુષણ, સદ્ઉપયોગ કરતાં દુરૂપયોગ વધારે !!

ટ્રાન્સપોર્ટના ધંધામાં નુકશાની જતા અઢી માસમાં પ00 અને 100 ના દરની રૂ. 23.44 લાખની નકલી નોટ પ્રિન્ટ કર્યાની કબુલાત

રૂ. 3પ હજારમાં મકાન માલીકને 1 લાખની ડુપ્લીકેટ નોટ ધાબડી: રૂ. ર000 ની નોટ બંધ થતા પ00 ના દરની નોટ વધારે છાપી

દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના ખૌફનાક કૌભાંડનો ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. અને એલ.સી.બી. ઝોન-ર ના સ્ટાફે કર્યો પર્દાફાશ

દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના જાલી નોટના ખૌફનાક કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચ, એઇ.ઓ.જી. અને એલસીબી ઝોન-ર સહિતના સ્ટાફને પર્દાફાશ કરવામાં મહત્વની સફળતા મળી છે. ટ્રાન્સપોર્ટના ધંધામાં ખોટ જતાં સોશ્યલ મિડીયાનો દુર ઉપયોગ કરી રૂ. પ00 અને 100 ના દરની જાલીનોટ છાપી પોતાના જ મકાન માલીકને રૂ. 35 હજારના બદલામાં એક લાખની જાલીનોટ ધાબડી દીધાનું બહાર આવ્યું ે. પ00 અને 100 ના દરની 4622 જાલીનોટ સાથે ત્રણ શખેને ઝડપી કોમ્પ્યુટર, સ્કેનર અને પ્રિન્ટર કબ્જે કર્યા છે. રૂ. ર000 ની નોટ બંધ થતા તેનો ફાયદો ઉઠાવી 500 ના દરની જાલીનોટ વધારે છાપી હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

રાજકોટમાં રૂા.100 અને 500ના દરની જાલીનોટ છાપવાનું મસમોટું કારસ્તાન એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી લઈ રૂા.23.44 લાખની જાલીનોટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલી જાલીનોટ છાપી, ચલણમાં વહેતી કરી તે અંગે હવે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓમાં નિકુંજ અમરશી ભાલોડીયા (ઉ.વ.35 રહે. મોરબી રોડ, અમૃત પાર્ક મેઈન રોડ, બ્લોક નં.1), વિશાલ બાબુભાઈ ગઢીયા (ઉ.વ.45 રહે. પાટીદાર ચોક, બાલાજી પાર્ક શેરી નં.5, સાધુ વાસવાણી રોડ) અને વિશાલ વસંતભાઈ બુધ્ધદેવ (રહે. પાટીદાર ચોક પાસે, પામ સીટી, ફલેટ નં. ઈ/904, સાધુ વાસવાણી રોડ)નો સમાવેશ થાય છે.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય. બી. જાડેજા અને એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલાએ મળેલી બાતમીના આધારે  વિશાલ ભાલોડીયાની સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી મીરા ડેરીમાં દરોડો પાડી ત્યાંથી વિશાલ અને તેના મિત્ર વિશાલ બુધ્ધદેવને 500ના દરની 200 જાલીનોટ સાથે ઝડપી લીધા હતા. બંનેએ આ જાલીનોટ નિકુંજ ભાલોડીયા પાસેથી મેળવ્યાની કબુલાત આપતા તેના મોરબી રોડ પરના અમૃત પાર્કમાં આવેલા મકાનમાં દરોડો પડાતા ત્યાંથી રૂા.22.44 લાખની રૂા.પ00 અને 100ના દરની જાલીનોટો મળી આવી હતી.

નિકુંજ ભાલોડીયા તેના મકાનમાં ઉપરના માળે જેપીજી ફાઈલને ફોટોશોપમાં એડીટ કરી કોમ્પ્યુટર, પ્રિન્ટ2 અને સ્કેનરની મદદથી જાલીનોટ છાપતો હતો. ત્રણેય આરોપીઓ પાસેથી રૂા.500ના દરની 4622, રૂ.100ના દ2ની 335 જાલીનોટો કબ્જે કરાઈ હતી. આ ઉપરાંત સ્કેનર કમ પ્રિન્ટર અને કોમ્પ્યુટર સિસ્ટમ ઉપરાંત ત્રણ મોબાઈલ  કબ્જે કરાયા હતા. નિકુંજ છેલ્લા કેટલા સમયથી જાલી નોટો છાપે છે, અત્યાર સુધી કેટલી જાલીનોટો વહેતી કરી છે તે સહિતના મુદ્દે હવે ક્રાઈમ બ્રાંચે દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે.

રૂા.500 અને રૂા.100ની જાલીનોટ છાપનાર નિકુંજ ભાલોડીયા મૂળ ટંકારા સજ્જનપર ગામનો વતની છે. તે અગાઉ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો જેમાં ખોટ આવતા આર્થિકભીંસમાં મુકાયો હતો. જેમાંથીબહાર નીકળવાનો કોઈ માર્ગ નહી દેખાતા જાલીનોટ છાપવાના રવાડે ચડી ગયો હતો. તે ત્રણેક માસ પહેલા જ મોરબી રોડ પરના અમૃતપાર્ક મેઈન રોડ પર બ્લોક નં.1માં આવેલા  વિશાલ ગઢીયાના મકાનમાં રહેવા આવ્યો હતો. જ્યાં તેણે અંદાજે અઢી માસ પહેલા જાલીનોટ છાપવાનું શરુ કર્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે યુ-ટ્યુબ અને ઈન્ટરનેટની મદદથી જાલીનોટો છાપવાનું શીખ્યો હતો.

મકાન માલિક વિશાલ સાથે પરીચયમાં આવ્યાબાદ ત્રણેકદિવસ પહેલા જ તેને રૂા.500ના દરની રૂા.1 લાખની જાલીનોટો આપી હતી. બદલામાં તેને રૂા. 35 હજાર મળ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે વિશાલે તેના મિત્ર વિશાલ બુધ્ધદેવને આ જાલીનોટો અંગે વાત કરતા તે રૂા.50 હજારની જાલીનોટો લેવા માટે તૈયાર થઈ ગયો હતો. આ બન્ને આરોપીઓને પોલીસે રૂમ.1 લાખના દરની જાલીનોટો સાથે ઝડપી લીધા બાદ નિકુંજનુંનામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. તેના મકાનના ઉપરના માળેથી જાલીનોટો છાપવાનું કારસ્તાન પકડાયું હતું.

ક્રાઈમબ્રાંચ નિકુંજે ખરેખર કેટલી જાલીનોટો વટાવી લીધી છે ? તે અંગે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય કોઈને જાલીનોટો આપી છે કે કેમ ? તેની પણ તપાસ કરાઈ રહી છે. જો કે નિકુંજ હાલ પહેલી વખત જ રૂા.1 લાખની જાલીનોટો વેચ્યાનું રટણ કરી રહ્યો છે. જેમાં કેટલું તથ્ય છે ? તે સહિતની માહિતી મેળવવા માટે આવતીકાલે ત્રણેય આરોપીઓને પોલીસ રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. આ કેસની તપાસ હવે એસ.ઓ.જી.ને સોંપાય તેવી શક્યતા છે.

પી.આઇ. વાય.બી.જાડેજા, એસ.ઓ.જી. પી.આઇ. જે.ડી. ઝાલા, પી.એસ.આઇ. એમ.જે. હુણ, આર.એચ.ઝાલા, સબ ઇન્સ. એલ.સી.બી. પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ દશરથસિંહ, હરપાલસિંહ જશુભા, મૌલિકભાઇ સાવલીયા, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ વનરાજસિંહ, ગીરીરાજસિંહ સજજનસિંહ, અરુણભાઇ બાંભણીયા, પો. કોન્સ. જેન્તીગીરી રેવતીગીરી, અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે ત્રણેય શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.