Abtak Media Google News

આઠેય વિધાનસભા બેઠક વાઇઝ અલગ અલગ સ્થળોએ અધિકારીઓ દ્વારા તમામ સ્ટાફને એ ટૂ ઝેડ માર્ગદર્શન અપાશે

આવતીકાલે રવિવારે 2264 જેટલા ચૂંટણી સ્ટાફની તાલીમ યોજવામાં આવનાર છે. જેમાં આઠેય વિધાનસભા બેઠક વાઇઝ અલગ અલગ સ્થળોએ અધિકારીઓ દ્વારા તમામ સ્ટાફને એ ટૂ ઝેડ માર્ગદર્શન અપાશે.

રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે. અંદાજે 10 હજાર જેટલો સ્ટાફ ચૂંટણી ફરજમાં રોકાયેલ હશે. જેમાં બુથ ઉપર જેટલા સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે તે તમામ સ્ટાફને આવતીકાલે રવિવારના રોજ વિધાનસભા બેઠક વાઇઝ  તાલીમ આપવામાં આવનાર છે.

જેમાં આવતીકાલે 68 રાજકોટ પૂર્વ બેઠકના અંદાજે 273 જેટલા સ્ટાફને ગવર્મેન્ટ પોલીટેક્નિક કોલેજ, ભાવનગર રોડ રાજકોટમાં ખાતે સવારે 9થી બપોરે 3 સુધી તાલીમ આપવામાં આવનાર છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠકના અંદાજે 310 જેટલા સ્ટાફને એસવી વિરાણી હાઈસ્કૂલ ટાગોર રોડ રાજકોટ ખાતે સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવશે જ્યારે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના 228 જેટલા સ્ટાફને પીડી માલવયા કોલેજ ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી તેમજ બપોરે બેથી ચાર વાગ્યા સુધી તાલીમ આપવામાં આવનાર છે 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના 384 જેટલા સ્ટાફને સેન્ટ્રલ ઓડિટોરિયમ આત્મીય કોલેજ કાલાવડ રોડ ખાતે સવારે 10:00 થી બપોરે 2 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવનાર છે.

72 જસદણ વિધાનસભા બેઠકના 261 જેટલા સ્ટાફને મોડલ સ્કૂલ કમળાપુર રોડ રાજકોટ ખાતે સવારે 10:30 થી 2:00 વાગ્યા સુધી તાલીમ આપવામાં આવનાર છે 73 ગોંડલ વિધાનસભા બેઠકના 236 જેટલા સ્ટાફને મહારાજા ભગવતસિંહજી ટાઉનહોલ ગોંડલ ખાતે સવારે 9:00 વાગ્યાથી તાલીમ આપવામાં આવનાર છે 74 જેતપુર વિધાનસભા બેઠકને 300 જેટલા સ્ટાફને જીકેસીકે બોસમીયા કોલેજ જુનાગઢ રોડ જેતપુર ખાતે સવારે 10:00 થી બપોરે અઢી વાગ્યા સુધી તાલીમ આપવામાં આવનાર છે 75 ધોરાજી વિધાનસભા બેઠકના 272 જેટલા સ્ટાફને ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ જેતપુર રોડ રાજકોટ ખાતે સવારે 9:30 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી જ તાલીમ આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.