Abtak Media Google News
  • ડિસ્ટ્રિકટ મિનરલ્સ ફાઉન્ડેશનના ભંડોળમાંથી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવાનો નિર્ણય : ક્રાઈસ્ટ હોસ્પિટલ સાથે કરાયા એમઓયું

ડિસ્ટ્રિકટ મિનરલ્સ ફાઉન્ડેશનના ભંડોળમાંથી જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવાનું આયોજન ઘડ્યું છે. જેમાં વિધવા બહેનોને નર્સિંગ આસિસ્ટન્ટની તાલીમ આપી પગભર બનાવવામાં આવશે.

જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા લોકમેળા અમલીકરણ સમિતિના ભંડોળમાંથી આરોગ્ય સેવા તેમજ અનાથ બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવા સહિતની સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે. હવે તેઓ દ્વારા ડીએમએફ (ડિસ્ટ્રિકટ મિનરલ્સ ફાઉન્ડેશન)ના ભંડોળમાંથી પણ સેવાકીય કાર્ય કરવાનું આયોજન ઘડવામાં આવ્યુ છે.

તંત્ર દ્વારા આ માટે ક્રાઈસ્ટ હોસ્પિટલ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત ક્રાઈસ્ટ હોસ્પિટલમાં વિધવા બહેનોને આસિસ્ટન્ટ નર્સિંગની તાલીમ આપવામાં આવશે. જેમાં 100 ટકા જોબ પ્લેસમેન્ટની ગેરેન્ટી પણ આપવામાં આવશે.

હાલના તબક્કે 31 વિધવા બહેનોની આ માટે પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જરૂરિયાતમંદ પરિવારોમાં જ્યારે ઘરના મોભીનું અવસાન થાય છે. તેવામાં વિધવા થયેલ બહેનો ઉપર ઘરની જવાબદારી આવી જતી હોય છે.

ત્યારે આવા બહેનો સ્વમાનભેર પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ખાણ ખનીજ વિભાગના હેડમાંથી દરેક તાલુકામાં રમત-ગમતના મેદાન બનાવાશે

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગ હેડમાંથી દરેક તાલુકામાં રમત ગમતના મેદાન બનાવવામાં આવશે. આ માટે લોધિકામાં 82 લાખનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. જ્યાં સ્પોર્ટ એક્ટિવિટી જેમાં વોલીબોલ સહિતની સમતો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.