Abtak Media Google News
  • જગ્યાના અભાવે જુના રાજકોટમાં સૌથી ઓછા માત્ર 1306 બિલ્ડીંગ પ્લાનને મંજૂરી: ન્યુ રાજકોટમાં 2148 બિલ્ડીંગને મળી બાંધકામની બહાલી

છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ દિશા તરફ સતત વિકાસ કરી રહેલું રાજકોટ હવે પૂર્વ દિશામાં પણ વિકાસ કરવા લાગી છે. શહેરના ચોતરફ વિકાસ થઈ રહ્યો હોય તેવું સુખદ વાતાવરણ દેખાય રહ્યું છે.છેલ્લા એક વર્ષમાં કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 6,506 બિલ્ડીંગ પ્લાનને બહાલી આપવામાં આવી છે.જેમાં સૌથી વધુ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં 3,052 બિલ્ડીંગ પ્લાન મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિકાસ  રાજકોટ શહેરનો થતો રહ્યો છે.વિશ્વના સૌથી ઝડપતા વિકાસતા 100 શહેરોમાં પણ રાજકોટની સ્થાન મળ્યું છે.અત્યારે સુધીનો ઇતિહાસ જોવા આવે તો રાજકોટ શહેર પશ્ચિમ દિશામાં સતત સીમાડા વધારી રહ્યું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી શહેરની પૂર્વ દિશામાં પણ વિકાસના દ્વાર ખુલ્લાં હોય તેવું લાગી રહ્યું છે.

1 જાન્યુઆરી 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધીના એક વર્ષના સમયગાળામાં કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 6113 બિલ્ડીંગ પ્લાનને ઓનલાઈન મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 393 બિલ્ડીંગ પ્લાન જે ઓફલાઈન મૂકવામાં આવ્યા હતા તેને મંજૂર કરાયા છે. સામાન્ય રીતે અત્યાર સુધી એવો સીનારીઓ જોવા મળતો હતો કે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વધુ ડેવલપમેન્ટ થતું હતું જેની સરખામણીએ ઇસ્ટ ઝોનમાં ખૂબ જ ઓછું ડેવલોપમેન્ટ થતું  હતું. વિકાસે પણ દિશા પરિવર્તન કર્યું હોય તેવું લાગી રહ્યું છે.વર્ષ 2023માં ઇસ્ટ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ અલગ અલગ વોર્ડમાંથી 3005 ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન અને 47 ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન સહિત 3052 બાંધકામોને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે શહેરના ત્રણે ઝોનમાં સૌથી વધુ છે. સેન્ટ્રલ ઝોન એટલે કે જુના રાજકોટમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોવાના કારણે અહીં બિલ્ડીંગ પ્લાન મૂકવાની સંખ્યા પણ ઓછી રહે છે. સેન્ટ્રલ ઝોનમાં 1201 ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન અને 105 ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન મૂકવામાં આવ્યા હતા. કુલ 1306 બિલ્ડીંગ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.

વેસ્ટ ઝોનમાં વિકાસની ગતિ થોડી મંદ પડી હોય તેવું લાગી રહ્યું છે.વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં 1907 ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન મુકાયા હતા.જ્યારે 241 ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન મુકાયા હતા. કુલ 2148 બાંધકામને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યો છે. એક વર્ષમાં 6113 ઓનલાઇન બિલ્ડીંગ પ્લાનને અને 393 ઓફલાઈન બિલ્ડીંગ પ્લાનને બહાલી આપવામાં આવી છે. શહેરમાં દૈનિક સરેરાશ 18 જેટલા બાંધકામ ને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

ગત વર્ષે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 142 કરોડની એફએસઆઈ નું વેચાણ કરવામાં આવ્યું હતું.અત્યારે સુધી એક જ તરફ વિકાસ સાદી રહેલું રાજકોટ હવે સર્વાંગી વિકાસ એટલે કે જો તરફ ડેવલોપ થઈ રહયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.