Abtak Media Google News

રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણીમાં ફકત ગણતરીના દિવસો બાકી રહ્યા છે બધા જ પક્ષો આ ચૂંટણી જીતવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પોતાની પક્ષની માહિતી લોકો સુધી પહોંચે તે માટે દરેક ઉમેદવાર પોતાના વોર્ડમાં લોકોની મુલાકાતે જતાં હોય છે.ચૂંટણીનો પ્રચાર કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પુરજોશથી શરૂ કરવામાં આવ્યો.

Advertisement

Img 0250 1 Scaled

વાત કરીએ રાજકોટના વોર્ડ નં 9ની તો કોંગ્રેસના ઉમેદવાર વિશાલ દોંગા,પ્રતિમાબેન વ્યાસ,ચંદ્રિકાબેન પટેલ અને અર્જુનભાઈ ગુજરીયા આજ રોજ ચૂંટણીનાં પ્રચાર માટે નીકળેલા હતા . તેમણે લોકોની મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓ સાંભળી, બધા જ ઉમેદવારોએ લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવશે એવા વચન પણ આપ્યા છે.

Img 0293 Scaled

કોંગ્રેસના ઉમેદવારો પીવાના પાણીની સમસ્યા દૂર કરશે,વીજળીની સમસ્યા દૂર કરશે,ડિજિટલ શાળાઓ વગેરે સુવિધાઓ આપવાના વચન સાથે પોતાના વોર્ડમાં ચૂંટણીનાં પ્રચારની શરૂઆત કરી દીધી છે કોંગ્રેસના નગરસેવકો પાસેથી લોકોને અનેક આશાઓ છે.

Img 0360 Scaled

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.