Abtak Media Google News

સાંસદ મોહનભાઇ કુંડારીયાની રજૂઆતને મળી સફળતા

આગામી તા.૨૧ માર્ચથી એર ઇન્ડીયાની રાજકોટથી મુંબઇ બે ફલાઇટ અને રાજકોટથી દિલ્હીબે ફલાઇટ નવી શરૂ થવા થઇ રહી છે ત્યારે રાજકોટથી મુંબઇ તેમજ દિલ્હી જવા માંગતા મુસાફરો તેમજ સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોની લાગણી અને માંગણીને ધ્યાનમાં જોઇ રાજકોટના જાગૃત સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કેન્દ્ર સરકાર સમક્ષ આ અંગે રજુઆતો કરી હતી.

ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તા.૨૧ માર્ચથી રાજકોટ-મુંબઇ અને રાજકોટ-દિલ્હી વચ્ચે સવાર સાંજ ૧-૧ એમ વધારાની બે ફલાઇટ શરૂ કરવામાં આવશે ત્યારે શહેરમાં નવા એરપોર્ટનું નિર્માણ થાય તે પહેલા જુના એરપોર્ટ પરથી એર ફીકવન્સીમાં વધારો કરી મુસાફરો અને વેપારીઓની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવી છે.

2.Tuesday 2 1

બન્ને ફલાઇટ રોજીદી ઉડાન ભરશે. ત્યારે રાજકોટ-મુંબઇની અને રાજકોટ-દિલ્હીની વધુ બે ફલાઇટથી ધંધા-વેપાર-ઉદ્યોગો-પ્રવાસનને પાછો વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે. આકાર્ય બદલ સાસદ મોહનભાઇ કુંડારીયાને ભાજપ સરકારે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.