Abtak Media Google News

સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે આઇપીએલ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ભેદતા પોલીસ બેડામાં ખળભળાટ: નામચીન બુકીઓ સહિત ૫૪ની સંડોવણી ખુલ્લી

આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત થતાની સાથે જ ક્રિકેટનો સટ્ટો રમાતા બુકીઓ સક્રીય થયા હતા. કેટલાક બુકીઓએ સ્થાનિક પોલીસને ખુશ કરીને તો કેટલાક બુકીઓએ પોલીસને અંધારામાં રાખીને સટ્ટાની સટ્ટી શરૂ કરી હતી. પોલીસ એલક દોકલને સટ્ટામાં પકડી મુળ સુધી પહોવામાં નિષ્ફળ રહી છે ત્યારે સ્ટેટ વિઝીલન્સ સેલના સ્ટાફે શહેરના રામકૃષ્ણનગરમાં ચાલતા સટ્ટાના નેટવર્કને ઝડપી લેતા સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.

આઇપીએલ ક્રિકેટ સટ્ટામાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા અત્યાર સુધીમાં એકલ દોડલ સટ્ટાના કેસ કરી તેની પાસેની મુખ્ય બુકીના નામ ખોલવવામાં ગમે તે કારણસર નિષ્ફળ રહ્યા છે. ત્યારે રામકૃષ્ણનગરમાં આવેલા રાજકમલ એપાર્ટમેન્ટના પહેલાં માળે સચિન નરેન્દ્ર ઠક્કર નામના શખ્સે ભાડે રાખી આઇપીએલ ટુર્નામેન્ટ દરમિયાન સટ્ટો રમાડવાનું શરૂ કર્યુ હતું.

શહેરની મધ્યમાં છેલ્લા એકાદ માસથી સટ્ટો રમાતો હોવા છતાં સ્થાનિક પોલીસને માહિતી ન મળે અને સ્ટેટ વિઝીલન્સને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા આર્શિવાદ એપાર્ટમેન્ટના સચિન નરેન્દ્ર ઠક્કર, બાલાજી હોલ પાસેના રાકેશ પ્રવિણ સગપરીયા, જલારામ-૪ના અલ્કેશ નવીન સુબા, ગાયકવાડીના પ્રકાશ ભરત મોરજરીયા, રાજસ્થાનના શિવરાજસિંહ ભવરસિંહ સિસોદીયા, ગાંધીગ્રામ જીવંતિકાનગરના ધર્મેશ કૈલાશ, એરપોર્ટ રોડ રાજકૃતિ એપાર્ટમેન્ટના અંકુર નવીન મહેતા અને રેલનગર પરમેશ્વર પાર્કના શ્યામ જમનાદાસ બખદીયા નામના શખ્સોને રૂ.૨.૮૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

ચેન્નાઇ સુપર કીંગ અને દિલ્હી કેપીટલ વચ્ચે રમાતા મેચ પર સટ્ટા અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી ઝડપેલા આઠ શખ્સો પાસેથી કબ્જે કરેલા ૪૭ જેટલા મોબાઇલ અને ટેબલોટની તપાસ કરતા ૫૪ જેટલા શખ્સોની સંડવોણી બહાર આવી હતી. આઠેય શખ્સોની પૂછપરછ દરમિયાન રાજકમલ એપાર્ટમેન્ટનો ફલેટ રામનાથપરાના જયેશ રાજપૂતનો હોવાનું અને કપાત અમદાવાદના નિકુલ યુસુફ, ભાવનગરના નવકાર, અંબિકા કડી, સોનુ મહેન્દ્ર, દિનકર, દીપક ચંદારાણા, સલીમ અને અલ્લાઉદીનને આપતા હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથધરી છે.

રામકૃષ્ણનગરમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક સમગ્ર રાજય વ્યાપી હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડવામાં આવતા શહેર પોલીસ સામે કડક કાર્યવાહીના નિર્દેશ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.