Abtak Media Google News

હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ ખાતે સમુહ અને રણજીત વિલાસ પેલેસ ખાતે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ શસ્ત્ર,અશ્ર્વ અને વાહનનું રાજવી પરંપરા મુજબ પુજન કર્યું

શસ્ત્રદેવભવ ક્ષત્રિય રાજપરંપરા મુજબ પ્રત્યેક વિજયા દશમીએ શક્તિનાં પ્રતિક સમાં શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવે છે, રાજપરંપરા મુજબ રાજકોટનાં રજપુતપરા વિસ્તારમાં આવેલ ગરાસીયા બોર્ડીંગ ખાતે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ આયોજીત સમસ્ત  ક્ષત્રિય સમાજનું સામુહિક શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું જેમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા હાજર રહયા હતાં.

Advertisement

જાડેજાવંશના કુળદેવી માઁ આશાપુરા નાં પેલેસ રોડ ખાતે આવેલ મંદિર પરિસરમાં તથા રાજકોટના રાજવીના નિવાસ સ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે પણ રાજકોટ રાજપરિવારના ઠાકોર સાહેબ  માંધાતાસિંહજી જાડેજા એ શસ્ત્ર-પૂજન, અશ્વ પુજન, ગાડી, 25 પુજન, ખીજડી  શમી પુજન અને રાજકોટના સ્થાપક રાજવી પ્રાત:સ્મરણીશ્રી વિભાજી બાપુની રાજગાદીની પુજા કરી પરંપરા નિભાવી હતી.

ત્યારબાદ ઠાકોર સાહેબ માંધતાસિંહજીએ કહેલું હતું કે – આધશક્તિની અર્ચના અને આરાધના નો પર્વ નવરાત્રી છે અને નવરાત્રીના પર્વની પૂર્ણાહુતીના અંતિમ ચરણમાં ઉજવાતો પર્વ વિજયાદશમી છે. વીરતા અને વિજયની વધામણીનો પર્વ એટલે વિજયાદશમી આસુરી તત્વો ઉપર સુરા તત્વોનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, અહંકાર ઉપર સારપનો વિજય એટલે વિજયા દશમી. આપણે શેરી, મહોલ્લામાં રાવણદહન ન કરી શકીએ તો ચાલશે, પરંતુ આપણા પરિવારોમાં “રાવીય તત્વો” નું દહન થાય તે અતયંત જરૂરી છે. ક્ષત્રિય સમાજ ઉપર માં આશાપુરાના આર્શિવાદ અવિરત રીતે વરસતા રહે અને આત્મબલ, ધનબલ, અને જનબલમાં વૃધ્ધિ થાય તેવી પ્રાથના કરી હતી. ઉપરોક્ત પ્રસંગો વિવિધ તસ્વીરોમાં નજરે પડે છે.

રાજકોટનાં પૂર્વ રાજવી સર લાખાજીરાજ બાપુ ની પ્રતિમા ને પુષ્પમલા અર્પણ અહોભાવ વ્યક્ત કરતાં કાકોર સાહેબ  માંધાતાસિંહ જાડેજા તસ્વીરમાં નજરે પડે છે. રણજીત વિલાસ પેલેસ શાસ્ત્ર વિધિ વિધાન પ્રમાણે પૂજા પૂર્ણ થતા ક્ષત્રિય ભાઈઓએ સુંદર તલવાર2ાસ પસ્તુત કર્યો હતો અને વિરતા અને વિરત્વ પદર્શિત કરતો આ અદભુત રાસ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.