Abtak Media Google News

આસુરી શકિત પર દૈવી શકિતના  અધર્મ પર ધર્મના વિજયના પર્વ એવા વિજયાદશમીનદા પર્વની સૌરાષ્ટ્રભરમાં ભારે ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Img 20221006 Wa0021

રાજકોટમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ગુજરાતના સૌથી મહાકાય 60 ફૂટની ઉંચાઈના રાવણ તથા 30-30 ફૂટની ઉંચાઈના કુંભકર્ણ અને મેઘનાદના મુતળાનું દહન કરવામાં આવ્યું હતુ. પ્રથમ વખત લેશર શો પણ યોજાયો હતો.

Img 20221006 Wa0023

રાક્ષસ દહનના કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. વિહીપ દ્વારા છેલ્લા સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી દશેરાના દિવસે રાવણ દહન કરવામા આવે છે. આ વખતે કાર્યક્રમને રાક્ષસ દહન નામ અપાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.