Abtak Media Google News

લિવર સોરાઈસીસથી પીડિત ૫૬ વર્ષીય સુનિલ જોશીને તેના પુત્ર યશ જોશીએ ૬૦ ટકા લિવરનું દાન કરીને નવજીવન આપ્યું

વોકહાર્ટ હોસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.અનુરાગ શ્રીમલે સફળતાપૂર્વક અટપટી અને મુશ્કેલ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી હતી જેમાં એક

Advertisement

૨૨ વર્ષીય દીકરાએ તેનાપિતાનું જીવન બચાવવા માટે પોતાનું ૬૦ ટકા લિવર દાનમાં આપ્યું હતું.પિતાને અંતિમ તબકકામાં લિવર સોરાઈસીસ હોવાથી નવા લિવરની જ‚ર હતી અને પિતાને નવજીવન આપવા પુત્રએ પોતાનું લિવર તેમને દાનમાં આપ્યું હતું.

૫૬ વર્ષીય દર્દી સુનિલ જોશી લિવર સોરાઈસીસથી પીડાતા હતા તેમને ૩ વર્ષથી લોહીની ઉલટીઓ થતી હતી.ત્યારપછી તેમની તબિયત હેકદમ લથડવા લાગી હતી. જયારે તેઓ પ્રથમવાર હોસ્પિટલમાં આવ્યા ત્યારે કોઈ આધાર વિના ચાલી પણ શકતા નહોતા. તેમના શરીરમાંથી તમામ માંસ એકદમ ઘટી ગયું હતું. તેમના પેટમાં ખૂબ પાણી ભરાયું હતું અને તેની સાથે ચામડી અને હાડકાં વચ્ચે મસલ્સ સાવ ઘટી ગયા હતા. તેઓ નબળાઈના કારણે બોલી પણ શકતા નહોતા. પથારીમાં ખૂબ સૂતા રહેવાની સ્થિતિ હોવાથી તેમના શરીરમાં ખૂબ ઘારા પડી ગયા હતા. તેમના બંને પુત્રો ખૂબ જ દ્રઢ મનોબળ ધરાવે છે. જેઓએ તેમને જીવવાની પ્રેરણા આપી.

વોકહાર્ટ હોસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.અનુરાગ શ્રીમલે કહ્યું હતું કે, જ્યારે તેઓ હોસ્પિટલમાં આવ્યા ત્યારે વોકહાર્ટ હોસ્પિટલની મલ્ટીડિસિપ્લીનરી ટીમે તેમને તપાસ્યા અનેઅન્ય ૪ સપ્તાહ સુધી તેમના પર દેખરેખ રાખી.

લિવર સોરાઈસીસના કારણે તેમનું ૯૦ ટકા લિવર ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેમના માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એ જ એક ઉપાય હતો. પ્રથમ તેઓએ વિચાર્યું કે તેઓ કેડેવર ડોનેશનથી લિવર પ્રાપ્ત કરે પણ તેમાં લાંબુ વેઈટીંગ લિસ્ટ હતું.

આમ બંને પુત્રોએ એક સાહસિક નિર્ણય લીધો. યશ જોશી કે જે ૨૨ વર્ષનો નાનો પુત્ર છે જે આગળ આવ્યો અને પોતાના પિતાનું જીવન બચાવવા માટે તેણે પોતાના લિવરનો એક ભાગ ડોનેટ કરવા નિર્ણય લીધો. તેણે આ વાત ખૂબ સ્વસ્થતાથી કરી હતી.

આમ લાઈવ ડોનર્સ લિવર ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લેવાયો. ૬૦ ટકા લિવર દર્દીનું જીવન બચાવવા માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે ડોનેટ કરવામાં આવ્યું. લિવર એક જ એવો આંતરિક અંગ છે જે તેની જાતે ફરીથી વિકસે છે.

યશ ખૂબ નાની વયનો હોવાથી તેનું લિવર મહિનામાં ફરીથી વિકસી જાય તેમ હતું અને તેના પિતા આગામી ૩-૪ મહિનામાં સ્વસ્થ થઈ જશે.

‘લાઈવ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ઘણી કોમ્પ્લિકેટેડ સર્જરી છે. જયાં દાતા અને દરર્દીની અત્યંત કાળજી રાખવી પડે છે.

ધર્મેશ જાની કે જે ૨૫ વર્ષનો મોટો પુત્ર છે તેણે ખૂબ મહેનત કરીને પૈસા ભેગા કર્યા જેમાં સરકારી અને બિન સરકારી સંસ્થાઓના ટ્રસ્ટની મદદ લીધી અને પરિવાર અને મિત્રો પાસેથી પણ ઉછીના નાણા લીધા હતા.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે, વિશ્ર્વમાં ૪૦૦ મિલિયન લોકોને હિપેટાઈટીસ બી અને સીનો ચેપ હોય છે અને તે એચઆઈવીનો ચેપ ધરાવતા લોકોની સંખ્યા કરતા તે ૧૦ ગણી વધુ છે. એચબીવી હિપેટાઈટીસ ઈ અને એ વાઈરસ પછીનો બીજો ગંભીર વાઈરલ હિપેટાઈટીસ ચેપ છે.

મોટાભાગના લોકો ક્રોનિક હિપેટાઈટીસ બી અને સીના ચેપથી અજાણ હોય છે અને તેઓના લિવરમાં સોરાઈસીસ થવાનું કે લિવરનું કેન્સર થવાનું જીવલેણ જોખમ સર્જાય છે. સુનિલ જોશીએ કહ્યું હતું કે, આ સૌના માટે મુશ્કેલ સમય હતો. મારા બંને પુત્રોએ અમને સાથ આપ્યો, આ અનુભવ બંનેને વધુ નજીક પણ લાવ્યો છે અને એક અજોડ સંબંધ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.