Abtak Media Google News

બંધારણની જોગવાઈ યથાવત રાખી દરેક જ્ઞાતિ, સમાજ અને વર્ગની પ્રગતિને પ્રોત્સાહન આપવાનો પ્રશંસનીય પ્રયાસ કરતી ગુજરાત સરકારનો આભાર

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે રાજ્ય સરકારે વિશેષ લાભ જાહેર કર્યા છે. રાજ્યની ૫૮ જ્ઞાતિના ૧.૫૮કરોડથી વધુ લોકોને અનામતનો લાભ આપવાનાં હેતુસર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક અભ્યાસ અને સ્વરોજગારલક્ષી વિવિધ યોજના જાહેર કરવામાં આવી છે.

જે યોજનાઓ અંગેની જાણકારી આપતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ એક ખાસ કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, વિદેશી શિક્ષણ સહાય તેમજ બિન અનામત વર્ગના માટે સ્વરોજગારલક્ષી લોન સહાયની જાહેરાત ભાજપ સરકારે કરી છે. આ યોજનાઓમાં અનામતને કોઈ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.  છે. વળી, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક સહાય અને સ્વરોજગાર માટે આર્થિક સહાયની યોજના જાહેર કરનાર ગુજરાત દેશમાં સૌ પ્રથમ રાજ્ય બન્યુ છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જાહેર કરેલી તમામ યોજનાનાં લાભ વિદ્યાર્થીઓને સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. ગુજરાત સરકારે જાહેર કરેલી યોજના મુજબ રૂા.૧૦લાખ સુધીની ટયુશન ફી સરકાર ભરશે. ધો.૧૨પછી વિદેશ અભ્યાસ માટે રૂા.૧૫ લાખની સહાય મળશે. વિદેશી અભ્યાસ લોન હેઠળ પણ વિદ્યાર્થીઓને સહાય મળશે. આ સિવાય ધો.૧૨વિજ્ઞાનપ્રવાહ માટે રૂા.૧૫ હજારની ટયુશન સહાય મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ભોજન યોજના પણ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત પ્રતિ માસ ૧૨૦૦રૂપિયાની ભોજન સહાય મળશે. કેટ-નીટ અને જી જેવી પરિક્ષા માટે કોચિંગ ફી તરીકે વર્ષે ૨૦ હજારની સહાય અપાશે.

બિન અનામત વર્ગ માટે વાહનો પર રૂા.૧૦લાખ સુધીની લોન મળશે. મહિલાઓને સ્વરોજગારલક્ષી સહાય માટે ૪ટકાના દરે લોન મળશે. જ્યારે પુરૂષ વર્ગને ૫ ટકાના દરે લોન મળશે. ૧૭થી ૫૦‚ વર્ષની વય સુધીના લોકો લોન મેળવી શકશે. સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ લેવા માટે પણ સહાય મળશે. આ સરકારી સહાય યોજનાથી તબીબ, વકીલ અને ટેક્નીકલ સ્નાતકોને વિશેષ લાભ મેળવી સ્વરોજગારી શકશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી બિન અનામત વર્ગો માટેની મોટી યોજનાથી ગુજરાતનાં ગરીબ-મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ આસાનીથી મેળવી શકશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્માણ કરવામાં આવેલી આ યોજના મુજબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ બાદ સ્વરોજગારી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે હવે ગુજરાતનાં દરેક વર્ગનાં વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ભણતર અને સર્વશ્રેષ્ઠ સ્વરોજગારી થકી ગુજરાતનાં સર્વાંગી વિકાસમાં નિમિત્ત બનશે.

ગુજરાતમાં બિન અનામત વર્ગની જ્ઞાતિઓ માટે લાભદાયી યોજના બનાવવામાં જેમનું માર્ગદર્શન અને મદદ પ્રાપ્ત થઈ છે તેવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવી અંતે જણાવ્યું હતું કે, જેને બંધારણીય અનામતનો લાભ નથી મળ્યો તેવી તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે આગળ વધવા માટે આ યોજનાથી ઘણી મોટી તકો પ્રાપ્ત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ માં કેન્દ્ર સરકાર ગુજરાત ખૂબ મોટી યોજનાઓ ની ભેટ  આપી રહી છે

તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઇ શાહ ના પ્રયાસો ને કારણે પણ રાજ્ય ને ઘણા લાભ પ્રાપ્ત થઇ રહ્યા છે. ગુજરાત ને સમગ્ર દેશ માં આ પ્રકાર ની સહાય અને લાભો આપનારું પ્રથમ રાજ્ય બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર તથા અભિનંદન સાથે શુભેચ્છાઓ રાજુભાઇ ધ્રુવે પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.