Abtak Media Google News

યુવકનું કારમાં અપહરણ કરી નિર્વસ્ત્ર ગાળો બોલવાની ફરજ પાડી વીડિયો ઉતાર્યો: પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

રાજુલા તાલુકાના ડુંગર ગામે રહેતા યુવકને તેની જ ગામની  એક યુવતી સાથે ભાગીને અમરેલી જઈ રજિસ્ટર્ડ મેરેજ કરી લેતા ક્રોધે ભરાયેલા યુવતીના ભાઈ અને એમના છ મળતિયાઓએ યુવાનનું અમરેલીની સબજેલ પાસેથી સ્કોર્પિયોમાં અપહરણ કરી મહુવા તાલુકાના એક ગ્રામ્યવિસ્તારની વાડીના રૂમમાં ગોંધી નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી તેનો વિડિયો ઉતારી લેતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

માહિતી મુજબ  રાજુલા તાલુકાના ડુંગર ગામના સોની યુવાન નિરંજનભાઈ દિનેશભાઈ સાગર (ઉવ.38)એ એમના જ ગામની યુવતી રિદ્ધિબેન સાથે ભાગીને અમરેલી પ્રેમલગ્ન કરી લીધા હતા. આ બનાવથી ક્રોધે ભરાયેલા યુવતીના ભાઈ ધુ્રમિલભાઈ મનહરદાસ દુધરેજિયાએ મનદુ:ખ રાખી નિરંજનનું અપહરણ કરવા કાવતરૃ રચ્યું હતુ. તે તથા એના ત્રણ મિત્રોએ બ્લેક કલરની સ્કોરપિયો ગાડીમાં આવ્યા હતા. અને બે શખ્સો બાઈક પર આવી આ પાંચેયે નિરંજનને ઉઠાવી અપહરણ કરી લઈ કારને ભગાડી દીધી હતી એ પછી ફોન કરીને સાવરકુંડલાથી બે ને ફોન કરીને બોલાવી આ બધાએ યુવકને મહુવા તાલુકાના કળમોતર ગામે  સીમ વિસ્તારમાં આવેલી વાડીના રૃમમાં ગોંધી રાખ્યો હતો. એ પછી આ બધાએ એકસંપ કરી  યુવાનને નગ્ન કરી બાવળના કાંટાવાળી લાકડી વડે તૂટી પડયા હતા. જેથી આ યુવાન ચીસાચીસ કરવા લાગ્યો હતો. આ વખતે વીડિયોગ્રાફી પણ કરી હતી. તેમજ યુવાનના મુખે અપશબ્દો બોલવાની ફરજ પાડી હતી.જેથી તેમને પોલીસ ફરિયાદ કરતા પોલીસે સાત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.