Abtak Media Google News

રાજુલાના ભેરાઈ ગામના ખેડુતો દ્વારા નાયબ કલેકટર રાજુલાને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આ આવેદનપત્ર કંડલા-ગોરખપુર એલપીજી પાઈપલાઈન પ્રોજેકટ જેઆઈએસવી પ્રા.લી. દ્વારા પીપાવાવ પોર્ટથી ગોરખપુર (યુપી) સુધી પાઈપલાઈન નાખવામાં આવનાર છે. ખેડુતોના ખેતરમાંથી પાઈપલાઈન કાઢવા માગે છે જે અંગે વપરાશી હેતુ માટે સંપાદનની નોટીસો ખેડુતોને આપવામાં આવેલ જેની સામે ખેડુતો દ્વારા વાંધાઓ રજુ કરવામાં આવેલ છે અને આ એલપીજી પાઈપલાઈન સુચિત સંપાદનથી રોડની પૂર્વ બાજુએ લઈ જવામાં આવે. કારણકે પૂર્વ બાજુએ સરકારી પડતર જમીન આવેલી છે. આ જમીનમાંથી પસાર થાય તો કાયમી નિરાકરણ આવી જાય તેમ છે. તેમજ આ જમીન ભેરાઈ ગામની સર્વે નં.603 સરકારી પડતર હોય જેથી ખેડુતોની કિંમતી જમીન બચી જાય. તેમજ બીજા પણ કેટલાક વાંધાઓ ખેડુતોએ રજુ કર્યા છે. જેમાં આ પાઈપલાઈન નીકળે છે ત્યાંથી ભેરાઈ ગામના રહેણાંક મકાનોથી 50 મીટર જ દુરથી પસાર થાય છે. જેથી ગામને નુકસાન કરી શકે છે. આ પાઈપલાઈન ભેરાઈ ગામના ખારવાનો વાંકળો છે. તેમાંથી પણ પસાર થાય છે. આ વોંકળા ઉપર બે ચેકડેમો મંજુર થયેલ છે. ભવિષ્યમાં આ ચેકડેમ સૌની યોજના સિંચાઈ (પિયત) માટે સરકારમાં રજુઆતો કરેલ છે. જેથી પણ ખેડુતોને નુકસાન થાય તેમ છે. ગમે ત્યારે આકસ્મિક દુર્ઘટના થવાની શકયતા હોય અને રહેણાંક વિસ્તાર ફકત 50 મીટર દુર હોય જેથી ગમે ત્યારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જેવા બનાવો ન બને અને લોકોને જીવ ન ગુમાવવો પડે જેથી પણ આ પાઈપલાઈનને પૂર્વ બાજુએ સરકારી પડતરમાં ચલાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આવેદનપત્ર પાઠવવા સરપંચ બાઉભાઈ રામ, માજી સરપંચ ટપુભાઈ રામ, હરેશભાઈ રામ, લાલાભાઈ વાઘ, જીણાભાઈ રામ, દુલાભાઈ વાજસુરભાઈ રામ, ભુપતભાઈ રામ, આતુભાઈ રામ, નકાભાઈ રામ, નાજાભાઈ રામ, બાધાભાઈ રામ, હમીરભાઈ રામ તેમજ ખુબ જ મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહેલ હતા અને નાયબ કલેકટર સમક્ષ રજુઆતો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.