Abtak Media Google News

માતાના અનૈતિક સંબંધની સગીર પુત્રીને થતા પ્રેમીની મદદથી મોતને ઘાટ ઉતારી’તી

મૃતક તરૂણીના પિતા હોસ્ટાઇલ જાહેર થયો:  સાંયોગિક પુરાવાના આધારે ધ્રાંગધ્રાની અદાલતે સજા ફટકારી

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીના ધામા ગામે 17 વર્ષની ઠાકોર યુવતીનું ગળું કાપી કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ દિકરીની માતાએ પ્રેમી સાથે ભાગી જવાનો ઘડાયેલો પ્લાન દિકરી જાણી ગઇ હતી. દિકરીએ કીધુ કે હું પપ્પાને કઇ દઇશ, ને માં એ ઠંડા કલેજે પકડી રાખી દિકરીના ગળા પર પ્રેમી દ્વારા જ છરી ફેવરાવડાઇની ઘટના બાદ ઝીંઝુવાડા પોલિસે માતા અને માળીયાથી પ્રેમીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતા ધ્રાંગધ્રા કોર્ટે પ્રેમી અને માતાને દિકરીની હત્યાકેસમાં કસૂરવાર ઠેરવી ફાંસીની સજા સંભાળાળતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ધામા ગામે રહેતો અને રસોઇ કામ કરી ગુજરાન ચલાવતો ઉમંગ લલિતભાઇ ઠક્કર પોતાની અંપગ માતા અને પિતા લલિતભાઇ જે ગામમાં ફરસાણની દુકાન ધરાવે છે. એમના ઘેર આવીને ઉમંગની માતાને વાસણ ઉટકવાનું અને કપડા ધોવડાવાનું કામ કરાવતી કંકુબેન સાથે ચાર પાંચ મહિના અગાઉ ઉમંગને પરિચય થતા બન્નેની આંખો મળી ગઇ હતી. વધુમાં ઉમંગ ઠક્કરના પિતા લલિતભાઇ આખો દિવસ દુકાને અને માતા એક પગે અપંગ હોવાથી ઉમંગ ઠક્કર ગામમાં રહેતી કંકુબેન પાનવેચા સાથે પોતાના જ ઘરમાં અવાર નવાર મળી રંગરેલીયા મનાવતો હતો.

થોડા દિવસ બાદ કંકુબેન પાનવેચા ( ઠાકોર )એ પોતાના પ્રેમી ઉમંગ ઠક્કર સાથે ઘેરથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જેની જાણ કંકુબેનની દિકરી સોનલ ઉર્ફે કિંજલ જાણી જતા એણે પોતાની મમ્મી કંકુબેનને આ વાત પપ્પાને કહીં દેવાનું જણાવતા કંકુબેને પોતાના પ્રેમી ઉમંગ ઠક્કર સાથે મળી એમના પ્રેમમાં ભંગ પડાવતી દિકરી સોનલનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો.

આ પ્લાન અંતર્ગત 11 જુલાઇ 2018ની સવારે કંકુબેન પોતાની દિકરી સોનલને લઇને ઉમંગ ઠક્કરના ઘેર આવી હતી. અને ઘરના અંદરના રૂમમાં હેવાન બનેલી માતાએ પોતાની દિકરી સોનલને પકડી રાખી હતી અને નિર્દયી બનેલા ઉમંગ ઠક્કરે પોતાની પાસે રાખેલી છરી વડે સોનલના પેટમાં છરીના પાંચ ઘા ઝીંકી આંતરડા બહાર કાઢવાની સાથે આટલેથી ના અટકતા આવેશમાં આવેલા ઉમંગ ઠક્કરે છરી વડે સોનલના ગળા પર છરી ફેરવી પાંચથી છ ઇંચનો ઊંડો ચેકો મારી ઉમંગ ઠક્કર ફરાર થઇ ગયો હતો અને કંકુબેન દિકરી સોનલની લાશ મુકીને કાંઇ જ ના બન્યુ હોય એમ પોતાના ઘેર જઇ રસોઇકામમાં લાગી ગઇ હતી.

આ કેસની તપાસ કરી રહેલા ઝીંઝુવાડા પીએસઆઇ એમ.ડી.જાડેજા અને દાનાભાઇ સહિતના સ્ટાફે હત્યા કરીને નાસી છુટેલા આરોપી ઉમંગ ઠક્કરને ગણતરીના કલાકોમાં જ માળીયાથી ઝબ્બે કરી છરી કબ્જે કરવાની સાથે દિકરીની માતા કંકુબેનની પણ અટક કરી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બાદમાં ધ્રાંગધ્રાની અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમા બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી વાસુદેવભાઈ ભટ્ટ દ્વારા સહિત 26 સાહેદોને તપાસવામાં આવ્યા હતા અને 70 થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમજ સુપ્રિ.કોર્ટના 10 થી વધુ જજમેન્ટો તાકયા હતા. મૃતક પુત્રીના પિતા સહિત 6 સાહેદો હોસ્ટાઈલ થયા હતા જ્યારે તબીબ, તપાસનીશ, પાડોશી, ગ્રામજનો અને એફએસએલ તેમજ ફરીયાદીએ બનાવને સમર્થન આપતા બનાવની મજબૂત સાંકળ મળતા તેમજ સરકાર પક્ષે થયેલી લેખિત-મૌખિત દલીલો ઘ્યાને લઈ અધિ.સેશ.જજ એસ.એમ.રાજપુરોહીતે મૃતકની માતા અને તેનો પ્રેમીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે. રાજ્યમાં કદાચ મહિલા અને તેના પ્રેમીને ફાંસીનો હુકમ થયો હોય તેઓ પ્રથમ બનાવ બનવા પામ્યો છે.

 

પુત્રના કારનામાની માતાએ પોલીસને જાણ કરી

આ અંગે ઉમંગ ઠક્કરની અપંગ માતાએ જ પોલિસને જણવ્યું હતું કે, એ દિવસે સવારે સાડા દશ વાગ્યે હું વાસણ ધોઇ રહી હતી એ સમયે મારો દિકરો ઉમંગ ઘરમાં એકલો હતો ને કંકુબેન ઠાકોર પોતાની દિકરી સોનલને લઇને મારા ઘરે અંદરના રૂમમાં લઇ ગયા બાદ થોડી વારમાં જ કંકુબેન અને મારો દિકરો ઉમંગ બહાર આવીને જતા રહ્યાં હતા. અને ઘરના અંદરના રૂમમાં સોનલની લાશ લોહિલુહાણ હાલતમાં જોતા મેં મારા પતિ લલિતભાઇને જાણ કરતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા.

કેવી રીતે પ્લાન ઘડાયો ?

પાટડીના ધામાના ઉમંગ ઠક્કરના ગળાડુબ પ્રેમમાં પાગલ કંકુબેન અને ઉમંગ ઠક્કરે ઘેરથી ભાગી જઇ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. જે અંગે ફોન પર કરાયેલી વાત કંકુબેનની દિકરી સોનલ સાંભળી જતા અને આ વાત પપ્પાને કરી દેવાનું જણાવતા કંકુબેન અને ઉમંગ ઠક્કરે આ વાત માત્ર સોનલ જ જાણતી હોવાથી એનો કાંટો કાયમ માટે દુર કરવાનું જણાવી પછી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

પુત્રની માતાએ હત્યારીને સમજાવી હતી

આ બનાવમાં ઉમંગ ઠક્કરની અપંગ માતાએ પોતાના દિકરાને મળવા આવતી અને ઘરકામમાં મદદ કરાવતી કંકુબેનને કીધેલું કે મારા દિકરાનો પીછો છોડીને મળવાનું બંધ કર. તારા સમાજને ખબર પડશે તો તેઓ મારા દિકરાનું ખુન કરી નાખશે. છતાં ઉમંગ ઠક્કરના પ્રેમમાં પાગલ કંકુબેન ઠાકોર બિન્દાસ ઉમંગને મળવા એના ઘેર આવતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.