Abtak Media Google News

રાજુલાના પીપાવાવ પોર્ટમાં રેલવે ટ્રેકને અડીને જ સિંહ આંટાફેરા કરતો મોબાઇલમાં કેદ થયેલ છે. આમ તો સિંહ અવારનવાર પીપાવાવ પોર્ટમાં અંદર ઘુસી આવે છે. આવિરીતે પીપાવાવ પોર્ટ માં સિહો  ઘુસી આવતા હોય સિંહની સુરક્ષા નો પણ ખૂબ જ મોટો સવાલ ઊભો થયેલ છે .

આ પીપાવાવ પોર્ટ માં અગાઉ પણ ટ્રક નીચે સિંહ કચડાયેલ તેમજ પીપાવાવપોટ માં સુરક્ષા ગર્ડોની ફોજ હોવા છતાં સિંહો પોર્ટ એરિયામાં ઘુસી આવતા હોઈ સુરક્ષા ને લઈને પણ ખૂબ જ મોટા સવાલો ઊભા થયેલ છે.તેમજ સિંહોના રહેણાક વિસ્તાર માં આ રીતે ઉદ્યોગોને પરમિશન આપવા સામે પણ મોટા સ્વલાલો વન વિભાગ સામે ઊઠી રહ્યા છે.ત્યારે આ અંગે વન વિભાગ શું પગલાં લે છે.તે જોવાનું રહ્યું.આમતો પીપાવાવ પોર્ટ અને અન્ય ઉદ્યોગો દ્વારા પર્યાવરણીય કાયદાઓ ને ઘોળી ને પી ગયા છે.

જેના કારણે અગાઉ પણ તેને અનેકવાર નોટિસો પણ આપેલ હોવાનું પર્યાવરણ હિત રક્ષક અને ગૌચર બચાઊ ટ્રસ્ટ દ્વારા જણાવેલ છે.અગાઉ પણ પીપાવાવ પોર્ટમાં રેલવે ટ્રેક ઉપર તેમજ અકસ્માત મા ઓછામાં ઓછા 20 જેટલા સિંહ અકસ્માત મોત થયેલ છે. આમ છતાં કોઈ જાતના પગલાં આ પોર્ટ ઉપર લેવાયેલ નથી શા માટે?તેમ છતાં હજુ પણ સિંહોની સુરક્ષા ને લઈને વન વિભાગ તેમજ પીપાવાવ  પોર્ટ ખૂબ જ બેદરકાર હોવાનું જણાય આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.