Abtak Media Google News

દારૂની પાર્ટી કરી સમાધાનના બહાને વાડીએ લઇ જઇ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું: બે શખ્સોની ધરપકડ

રાજુલા તાલુકાના કુંભારીયા ગામના કોળી યુવાનને દસેક દિવસ પહેલાં થયેલી બોલાચાલી અંગે સમાધાન માટે દારૂની પાર્ટી કરવાના બહાને વાડીએ લઇ જઇ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. બંને શખ્સોએ હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુંભારીયા ગામે રહેતા ભીખાભાઇ ચનાભાઇ સોલંકી નામના ૨૯ વર્ષના કોળી યુવાનની તેના જ ગામના ભાવેશ બારૈયા અને ટીલા નામના શખ્સોએ હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધા અંગેની ચેતનભાઇ ચનાભાઇ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 1

મૃતક ભીખાભાઇ સોલંકી ગત તા.૧૦મી સાંજે ગુમ થયા બાદ તા.૧૩મીએ ડુંગર પોલીસમાં ગુમ થયા અંગેની નોંધ કરાવી હતી. પોલીસે ભીખાભાઇ સોલંકી છેલ્લે કોને મળ્યા હતા તે અંગે તપાસ કરતા ભીખાભાઇ સોલંકીને તેના ગામના ભાવેશ બારૈયા દારૂની પાર્ટી કરવાના બહાને બ્રાહ્મણની વાડીએ લઇ ગયો હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા દસેક દિવસ પહેલાં ભાવેશ બારૈયાના ભીખાભાઇએ ગાળો દીધી હોવાથી તેની હત્યા કરવાના પ્લાન બનાવી દારૂની પાર્ટી કરી સમાધાન કરવાના બહાને વાડીએ લઇ ગયો હતો ત્યાં અગાઉથી જ ટીલો ભીરા કપાસમાં છુપાયેલો હતો. ભીખાભાઇ સોલંકીને દારૂ પીવડાવ્યા બાદ તેના પર ટીલાએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કર્યા બાદ બંનેએ ભીખાભાઇ સોલંકીની લાશને કૂવામાં ફેંકી ઘટના સ્થળે લોહીના ડાઘ સાફ કરવા સળગાવી બંને ભાગી ગયાની કબુલાત આપી છે. પોલીસે બંનેની અટકાયત કરી તેની સાથે અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ તે અંગે પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.