Abtak Media Google News

રાજુલા નગરપાલિકાની પ્રસંશનીય કામગીરી: ર૦ વર્ષ બાદ સી.સી. રોડ બનાવાયો

રાજુલાના મુસ્લીમ બિરાદરો અને ખેડુતો માટે નવા માર્ગનું ખાતમુહુર્ત થયું. રાજુલા પાલિકાની પ્રસશનીય કામગીરી રાજુલા સમસ્ત મુસ્લીમ  સમાજ અને તત્વો જયોતિરોડ ઉપર વસ્તા ખેડુત પરિવારોને પોત પોતાના ખેતરે જવા માટે અને મુસ્લીમ સમાજને કબ્રસ્તાને જવા આવવા માટેનો માત્રને માત્ર એક જ રોડ કે જે તત્વ જયોતિ પાસેથી ધાણા નદી અને ત્યાંથી મુસ્લીમ સમાજના કબ્રસ્તાન અને આ માર્ગે વસ્તા ખેડુતોના ખેતર વાડીઓ સુધી જે માર્ગ જાય છે. તે માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોય અને બારેમાસ કાદવ કિચડથી ઉભરાયેલો રહેતો હોય અહિંથી પસાર થવું એટલે હાડકા ભાગવાને નિમંત્રણ આપવું એટલે કક્ષાએ નબળો હતો. મુસ્લીમ સમાજના અહીં કબ્રસ્તાનો આવેલા છે.

મરણના પ્રસંગે આ રોડ ઉપરથી જનાદો કબ્રસ્તાન સુધી પહોચાડવાનું અતિ કપરુ હતું આ બિસ્માર રોડથી રાજુલાના ખેડુતો અને સમસ્ત મુસ્લીમ સમાજમાં ભારે નારાજગી પ્રર્વતી હતી અને આ રોડ ઉપર માણસો, વાહનો ગાડાઓ ચાલી શકે તેવાો બનાવવા છેલ્લા ર૦-ર૦ વર્ષથી સરકારમાં અને રાજુલા પાલિકામાં અનેક વખત લેખીત-મૌખિકમાં રજુઆતો કરાઇ હતી. પરંતુ માર્ગ બનાવવા માટે આશ્ર્વાસન આપવા સિવાય સરકારી તંત્ર કે પાલિકાના સત્તાધીશોએ આજદિન સુધી કશું કર્યુ ન હતું.

તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચુંટણીમાં કુલ ર૮ બેઠકો માંથી ૨૭ બેઠકો ઉ૫ર કોંગ્રેસનો વિજય થયો નવા બોર્ડમાં ચુંટાઇ તે પ્રમુખ ઉપ-પ્રમુખ પદે આવેલા બાધુબેન વાણિયા અને છત્રજીતભાઇ ધાખડાએ પુંજાબાપુ ગૌ સેવા સદનથી કબ્રસ્તાન સુધીનો માર્ગ સી.સી. રોડ થી બનાવવા બીડું ઝડપયું તેમણે પાલિકાના તમામ સદસ્યશ્રીઓને વિશ્ર્વાસમાં લઇ ૧૪માં નાણા પંચથી ગ્રાન્ટમાંથી આવેલી રકમ માઁથી રૂ. ૬૧ લાખના ખર્ચે આ રોડને સી.સી. રોડ માં રૃપાંતીત કરવા સૌ કોઇનો સહકાર મેળવી આજે આ માર્ગનુ: ખાતમુહુત પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ અને આહિર સમાજના આગેવાન બાબુભાઇ ના વરદ હસ્તે કરાયુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.